નિફ્ટી 25,500 ઉપર ખુલી, સેન્સેક્સ 76 પોઇન્ટ ઉપર ખુલ્યો

મુંબઇ, 3 જુલાઇ, 2025: આજે પણ ભારતીય ઇક્વિટી બજારમાં સેન્સકેસ ગઇકાલના બંધ 83,697 સામે પ્રારંભિક ટ્રેડમાં 93 પોઇન્ટ ઉપર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી ગઇકાલના બંધ 25,453 સામે 52 પોઇન્ટ ઉપર 25,505ના મથાળે ખુલી હતી. જ્યારે હાલના તબક્કે નિફ્ટી 68 પોઇન્ટ ઉપર છે અને સેન્સેક્સ 76 પોઇન્ટ ઉપર ચાલી રહ્યો છે.
દરમિયાનમાં આજે ગિફ્ટ નિફ્ટી સવારના 8.55 કલાકે ફક્ત 21 પોઇન્ટ ઉપર 25577ના મથાળે રહી હતી. વિશ્વ બજારના નબળા અહેવાલોને પગલે ગઇકાલે નિફ્ટી 50 અને સેન્સેક્સ અનુક્રમે 88 પોઇન્ટ અને 288 પોઇન્ટ ઘટીને બંધ આવ્યા હતા.
નોંધનીય છે કે હાલમાં નિફ્ટી 25,640 અને 25,740ની રેન્જની વચ્ચે અટવાયો છે. મંદીના કિસ્સામાં 25,300-25,400 સુધી જઇ શકે તેમ નિષ્ણાતો માની રહ્યા છે. આજે જુલાઈના રોજ એવન્યુ સુપરમાર્ટ્સ, હિન્દુસ્તાન ઝિંક, એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સ નાયકા, પંજાબ નેશનલ બેંક, ઓરોબિંદો ફાર્મા, લે લાવોઇર, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, નેસ્લે ઇન્ડિયા, મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્ડોગલ્ફ ક્રોપસાયન્સિસ જેવા શેરો ફોકસમાં રહેશે.
એશિયા પેસિફિક માર્કેટ
એશિયા પેસિફિક માર્કેટ્સમાં રોકાણકારો અમેરિકા અને વિયેતનામ વચ્ચેના સોદાની વિગતો અંગે પ્રતીક્ષા કરી રહ્યા છે. જેના પગલે જાપાનનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિક્કેઇ 0.15 ટકા અને ટોપીક્સ 0.21 ઘટ્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.77 ટકા અને સ્મોલ કેપ કોસડેક 0.5 ટકા વધ્યો હતો.
અમેરિકન માર્કેટ
અમેરિકન માર્કેટમાં અમેરિકા અને વિયેતનામ વચ્ચેના સોદા પગલે તેજી જોવા મળી હતી. જેના પગલે એસએન્ડપી 500 ઇન્ડેક્સ 0.47 ટકા અને નાસડેક કંપોઝિટ 0.94 ટકા વધ્યો હતો. જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ ફ્લેટ રહ્યો હતો. વિદેશી ચલણોન બાસ્કેટ સામે ડોલરનું મૂલ્ય 0.5 ટકા નીચે રહ્યું હતું.
આ પણ વાંચોઃ બિઝનેસ લોન પર મોટી રાહત, આગોતરી ચૂકવણી પર નહી લાગે કોઇ ચાર્જ












