ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

નિફ્ટી 24550ની નીચે ખુલી, સેન્સેક્સ પ્રારંભિક 145ના ઘટાડા સાથે ખુલ્યો

મુંબઇ, 8 ઓગસ્ટ, 2025: અમેરિકા અને ભારત વચ્ચે વધી રહેલા તણાવની અસર ભારતના ઇક્વિટી બજાર પર જોવા મળી રહી છે. જેમા ગઇકાલના ફ્લેટ બંધ બાદ આજે નિફ્ટી 24,550ની નીચે ખુલી હતી. જે ગઇકાલના બંધ 24,596 સામે આજે 24,544 પર ખુલીને હાલમાં 25 પોઇન્ટ નીચે ચાલી રહી છે. જ્યારે સેન્સેક્સ પાછલા બંધ 80,623 સામે આજે 145 નીચે ગેપમાં 80,478 પર ખુલ્યો હતો.

દરમિયાનમાં આ લખાય છે ત્યારે ગિફ્ટ નિફ્ટી 63 પોઇન્ટ નરમ ચાલી રહી છે. વૈશ્વિક અનિશ્ચિતતાનો પગલે ગઇકાલે પણ નિફ્ટી અને સેન્સેક્સ ફ્લેટ બંધ આવ્યા હતા. જેમાં નિફ્ટી ફર્ત 22 પોઇન્ટ અને સેન્સેક્સ 78 પોઇન્ટ વધીને બંધ આવ્યા હતા.

એશિયન બજારો

એશિયા પેસિફિક બજારોમાં મંશ્ર વલણ જોવા મલ્યુ છે. જેમાં જાપાનનો નિક્કેઇ 225 ઇન્ડેક્સ 1.18 ટકા વધ્યો હતો જ્યારે બ્રોડર ટોપીક્સ 0.87 ટકા વધ્યો હતો. જ્યાકે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.13 ટકા ઘટ્યો હતો, તેમજ કોસડેક 0.65 ટકા ઘટ્યો હતો. તેમજ ઓસ્ટ્રેલિયાનો ASX 0.29 ટકા ઘટ્યો હતો.

અમેરિકન માર્કેટ

અમેરિકી પ્રમુખ ભારત સાથે ટેરિફના સમાધાન પહેલા વેપાર વાટાઘાટ કરવાનો ઇનકાર કર્યો છે તેવામાં તણાવ વધ્યો છે. જોકે અમેરિકન ફ્યુચર્સ વધ્યા હતા, જ્યારે અમેરિકન માર્કેટમાં ઘટાડો થયો હતો. જેમાં ડાઉ જોન્સ 0.51 ટકા ઘટ્યો હતો અને એસએન્ડપી 500 પણ 0.08 ટકા ઘટીને બંધ આવ્યો હતો. જોકે નાસડેક કંપોઝિટ 0.35 ટકા વધ્યો હતો. આમ એકંદરે વિશ્વબજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યુ છે.

બીજી બાજુ સારા પરિણામોના સમાચાર બજારને પુનર્જીવિત કરી રહ્યા છે. BSE, Cummins, LIC અને Maxના પરિણામો ખૂબ જ સકારાત્મક રહ્યા છે, જે રોકાણકારો માટે આશાનું કિરણ છે. ખાસ કરીને Cummins એ અત્યાર સુધીનો સૌથી વધુ EBITDA અને નફો નોંધાવ્યો છે. નિફ્ટીનું ગઈકાલનું નીચું સ્તર (24344) હવે આપણા માટે એક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તરીકે ઉભરી આવ્યું છે, જે તોડવું બજાર માટે નકારાત્મક સંકેત હશે. ખરાબ સમાચાર વચ્ચે બજારમાં કદાચ ગભરાટનો તળિયું રચાયું છે, જેનો નિર્ણય આગામી થોડા દિવસોમાં સ્પષ્ટ થશે.

ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં ભારત સાથે વાત ન કરવાનો સંકેત આપ્યો હોવાથી વેપાર વાટાઘાટો પર અનિશ્ચિતતા રહે છે, જે આગામી 20 દિવસમાં અનિશ્ચિતતા વધારી શકે છે.

આ પણ વાંચોઃ આ 10 શેરોએ એક વર્ષમાં રોકાણકારોને બનાવ્યા કંગાળ, જાણો ક્યા શેરમાં કેટલાંએ ગુમાવ્યા નાણાં

Back to top button