Stock Market: બજાર ઉછાળો જોવા ન મળ્યો, સેન્સેક્સ 122 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24200 નીચે બંધ

Stock market: 16 એપ્રિલના રોજ ભારતીય ઇક્વિટી ઈન્ડેક્સ અસ્થિર વેપારમાં નજીવા ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટીમાં HDFC બેંક, ONGC, HDFC લાઇફ, ટાઇટન કંપની, એપોલો હોસ્પિટલ્સ સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે વધારા વાળા શેર્સમાં હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેન્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને ઈટરનલનો સમાવેશ થાય છે.
સેક્ટર્સમાં આઇટી, કેપિટલ ગુડ્સ અને મેટલ ઇન્ડેક્સમાં 1%નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ભારતીય રૂપિયો પ્રતિ ડોલર 93.19 પર બંધ થયો, જે તેના અગાઉના બંધ 93.37 થી 18 પૈસા વધુ હતો.
16 એપ્રિલના રોજ ભારતીય ઇક્વિટી ઈન્ડેક્સ અસ્થિર વેપારમાં નજીવા ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટીમાં HDFC બેંક, ONGC, HDFC લાઇફ, ટાઇટન કંપની, એપોલો હોસ્પિટલ્સ સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેન્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને એટરનલમાં વધારો થયો હતો. સેક્ટર્સમાં આઇટી, કેપિટલ ગુડ્સ અને મેટલ ઇન્ડેક્સમાં 1%નો વધારો થયો હતો, જ્યારે ઓટો, બેંક, ઓઇલ અને ગેસમાં ઘટાડો થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં 0.6 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં લગભગ 1 ટકાનો વધારો થયો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 122.56 પોઈન્ટ અથવા 0.16 ટકા ઘટીને 77,988.68 પર બંધ થયો હતો. નિફ્ટી 34.55 પોઈન્ટ અથવા 0.14 ટકા ઘટીને 24,196.75 પર બંધ થયો હતો.
આ પણ વાંચોઃ હાથ પકડીને ખેંચ્યો, Kiss કરી પછી બાંધ્યા શારિરીક સંબંધ, નાસિકના TCS BPO કેસની પહેલી પીડિતાએ આપવીતી સંભળાવી












