વર્લ્ડ

ન્યૂ યોર્કમાં નવો પાઇડ-એ-ટેરે ટેક્સ: મુખ્ય રહેઠાણ સાબિત કરવા મકાનમાલિકોમાં દોડધામ

NYC Pied-a-Terre Tax: ન્યૂ યોર્ક શહેરના હજારો મકાનમાલિકોને તાજેતરમાં સરકાર તરફથી એક નોટિસ મળી છે, જેણે ભારે ખળભળાટ મચાવી દીધો છે. આ નોટિસ મુજબ જો માલિકો સાબિત નહીં કરી શકે કે તેમની મિલકત તેમનું મુખ્ય રહેઠાણ છે, તો તેમણે નવો લાગુ કરાયેલ ‘પાઇડ-એ-ટેરે ટેક્સ’ ચૂકવવો પડશે. ન્યૂ યોર્ક સિટી ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સે ઉચ્ચ-મૂલ્ય ધરાવતી રહેણાંક મિલકતોના માલિકોને આ આદેશ પાઠવ્યો છે. ભારે કરબોજથી બચવા માટે હવે લોકો પોતે પોતાના જ ઘરમાં રહે છે તે સાબિત કરવા માટે દોડાદોડ કરી રહ્યા છે.

શું છે આ નવો ‘પાઇડ-એ-ટેરે ટેક્સ’?

‘પાઇડ-એ-ટેરે ટેક્સ’ ન્યૂ યોર્ક શહેરનો એક નવો કાયદો છે, જે મોંઘા ઘરોને “બીજા ઘર” અથવા ખાલી મિલકત તરીકે રાખતા માલિકો પર વાર્ષિક વધારાનો ટેક્સ લાદે છે. એપ્રિલ 2026 માં ન્યૂ યોર્ક શહેરના મેયર ઝોહરાન મામદાની અને ગવર્નર કેથી હોચુલે આ અંગે જાહેરાત કરી હતી, જેનો મે 2026 માં રાજ્યના બજેટ કાયદા દ્વારા અમલ કરવામાં આવ્યો હતો. 2026 અને 2028 ની વચ્ચે, આ ટેક્સ $5 મિલિયનથી વધુ મૂલ્યના તમામ પ્રકારના રહેઠાણો (ઘર, ફ્લેટ કે કો-ઓપ એપાર્ટમેન્ટ) પર લાગુ થશે, જો તે મિલકતમાં માલિક, તેમનો પરિવાર કે ભાડૂઆત મુખ્યત્વે ન રહેતા હોય. જોકે, જેઓ ખરેખર ત્યાં વસવાટ કરે છે તેઓ આમાંથી મુક્તિ માટે અરજી કરી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

$42,824 નો વધારાનો કરબોજ

અરજી પ્રક્રિયામાંથી પસાર થવા મજબૂર બનેલા નાગરિકોમાં મેનહટનની રહેવાસી કરેન યંગનો કેસ ચર્ચામાં છે. ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, કરેન વર્ષોથી પોતાના એપાર્ટમેન્ટમાં રહે છે, છતાં તેમને પ્રાથમિક રહેઠાણ મુક્તિ પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે. જો તેઓ આ મુક્તિ સાબિત કરવામાં નિષ્ફળ રહે, તો તેમણે વાર્ષિક આશરે $42,824 નો વધારાનો કર ચૂકવવો પડી શકે છે. જે ઘરમાલિકોને ખોટી રીતે આ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, તેમણે પુરાવા સાથે તાત્કાલિક અરજી કરવી પડશે.

મુક્તિ મેળવવા માલિકોની ક્વાયત

આ ટેક્સમાંથી બચવા માટે મકાનમાલિકો ન્યૂ યોર્ક ડિપાર્ટમેન્ટ ઓફ ટેક્સેશન સમક્ષ ટેક્સ રિટર્ન, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID અને સરનામાના અન્ય આધારભૂત પુરાવાઓ રજૂ કરી રહ્યા છે. જો મિલકત ભાડૂઆત, સંબંધી કે કોઈ કંપની/ટ્રસ્ટના નામે હોય, તો વધારાની કાનૂની વિગતો આપવી જરૂરી બનશે. આ જટિલ પ્રક્રિયાને ઉકેલવા લોકો કર વકીલો અને રિયલ એસ્ટેટ નિષ્ણાતોની મદદ લઈ રહ્યા છે. પોર્ટલમાં ટેકનિકલ ખામીઓ, વધુ પડતા દસ્તાવેજો અને અપીલ પ્રક્રિયામાં મૂંઝવણ હોવાની વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં રાખીને શહેરે મુક્તિ અરજીઓ ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવવી પડી છે.

આ પણ વાંચો: હુમલાથી અચાનક વિરામ સુધી, ઈરાન મુદ્દે ટ્રમ્પનો વિચાર કેમ બદલાયો?

Back to top button