અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વસ્ત્રાલમાં જુગારીઓનો નવો કીમિયો, વિઝિટિંગ કાર્ડનો ઉપયોગ કરી કેવી રીતે રમતા જુગાર?

અમદાવાદ, 10 ઓગસ્ટ 2025: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ પોલીસે પરિશિખર એસ્ટેટ ખાતે જુગારના અડ્ડા પર દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જુગારીઓએ પોલીસથી બચવા રોકડના બદલે “ડિજિટલ ઇન્ડસ્ટ્રીઝ” લખેલા વિઝિટિંગ કાર્ડનો ઉપયોગ કરીને જુગાર રમવાનો નવો કીમિયો અપનાવ્યો હતો. આ વિઝિટિંગ કાર્ડની કિંમત રૂ. 10 આંકવામાં આવતી હતી.
પોલીસ દરોડા દરમિયાન 1500 નંગ વિઝિટિંગ કાર્ડ, રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂ. 1,13,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રામોલ પોલીસે જુગાર રમતા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ ગેરકાયદે પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચવા તપાસ આગળ ધપાવી છે.
પોલીસે જણાવ્યું કે જુગારીઓએ રોકડ રકમને બદલે વિઝિટિંગ કાર્ડનો ઉપયોગ કરીને પોલીસની નજર ચૂકવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગુપ્ત માહિતીના આધારે આ અડ્ડાનો પર્દાફાશ થયો. આ ઘટનાએ શહેરમાં જુગારની પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસની સતર્કતા વધારવાની જરૂરિયાત દર્શાવી છે.
Back to top button