અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
અમદાવાદના માણેકબાગની રોહિણી સોસાયટીમાં લાખો રુપિાયાની ચોરી

અમદાવાદ, 10 ઓગસ્ટ 2025: અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં આવેલી રોહિણી સોસાયટીમાં ગઈ રાતે એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા ચોરોએ ગેસ્ટ રૂમનો દરવાજો તોડીને સોના-ચાંદીના દાગીના, ઘડિયાળ, ડીવીઆર અને અન્ય કીમતી વસ્તુઓ સહિત અંદાજે 8 લાખ રૂપિયાની મત્તા પર હાથ ફેરવ્યો હતો.
ઘટનાની જાણ થતાં એલીસબ્રીજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી, આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરોએ ગેસ્ટ રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો.
એલીસબ્રીજ પોલીસે જણાવ્યું કે ચોરીની આ ઘટના પાછળનું કારણ અને ગુનેગારોની ઓળખ માટે તપાસ ચાલુ છે. સોસાયટીના રહેવાસીઓમાં આ ઘટનાને લઈને ભયનો માહોલ છે, અને પોલીસે નાગરિકોને સાવચેત રહેવા તેમજ ઘરની સુરક્ષા વધારવા અપીલ કરી છે.
નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઘરમાં સીસીટીવી કેમેરા અને મજબૂત તાળાંનો ઉપયોગ કરે, ખાસ કરીને રાત્રિના સમયે. પોલીસે વધુ માહિતી માટે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે.












