ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

VIDEO : ઇઝરાયલી PMના વીડિયોએ કેમ સવાલો ઉભા કર્યા? AI વેરિફિકેશનને લઈ નવી જંગ શરુ

Grok Answer on Netanyahu Viral Video : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક કોફી શોપમાં પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પર સવાલ ઉભા થયા છે. અહેવાલો અનુસાર, એલોન મસ્કના AI ચેટબોટે ઇઝરાયલી વડાપ્રધાનના આ વીડિયોને 100% ડીપફેક ગણાવ્યો છે. ગ્રોકના જવાબથી ડીપફેક વીડિયોની સંભાવના અને તેમના AI વેરિફિકેશન પર સવાલો ઉભા થયા છે. ટેકનોલોજી ઝડપથી વિકસતી હોવાથી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવતું કેન્ટેન્ટ અસલી છે કે નકલી તે ઓળખવું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે.

શું છે સમગ્ર મામલો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઇઝરાયલી વડાપ્રધાનના મૃત્યુના સમાચાર સામે આવ્યા, ત્યારબાદ બેન્જામિન નેતન્યાહૂએ તેમના સત્તાવાર X હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો હતો, આ વીડિયોમાં તેઓ કોફી શોપમાં કોફી પીતા કહી રહ્યા છે કે, “મને કોફી ગમે છે, ખબર છે શું? હું મારા લોકો માટે પાગલ છું.” આ વીડિયોમાં ઇઝરાયલી વડાપ્રધાનના હાવભાવ જોઈ શકાય છે જેથી લોકો એવું ન વિચારે કે આ AI-જનરેટેડ વીડિયો છે. નેતન્યાહૂ પાંચેય આંગળીઓ બતાવતા પણ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થયા પછી, યુઝર્સે પૂછ્યું કે શું આ AI-જનરેટેડ વીડિયો છે. એલોન મસ્કના AI ચેટબોટ, Grokએ જવાબ આપતા કહ્યું કે, “100% ડીપફેક” લખ્યું. બેન્જામિન નેતન્યાહૂ આ રીતે કોફી શોપમાં કેઝ્યુલી ન હોઈ શકે. આવી કોઈ વાસ્તવિક ઈવેન્ટ અસ્તિત્વમાં નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

AI વેરિફિકેશનની એક નવી લડાઈ શરુ થઈ

આનાથી ઇઝરાયલી વડા પ્રધાનના વીડિયો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની AI વેરિફિકેશનને લઈને પણ સવાલો ઉભા થયા છે. શું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પાસે એવા અદ્યતન સાધનોનો અભાવ છે જે AI-જનરેટેડ વીડિયોને સચોટ રીતે ચકાસી શકે? આ ભવિષ્યમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની AI-જનરેટેડ કન્ટેન્ટ ચકાસવાની ક્ષમતા માટે નોંધપાત્ર ખતરો ઉભો કરી શકે છે. પરિણામે, સામાન્ય યુઝર્સ માટે સોશિયલ મીડિયા પર શેર કરેલી કન્ટેન્ટને ઓળખવાનું વધુને વધુ મુશ્કેલ બનશે. એક સમાચાર એજન્સીએ બાદમાં કન્ફર્મ કર્યા છે કે, રેકોર્ડિંગ્સ અને ફોટાઓની તપાસ કર્યા પછી, એવું બહાર આવ્યું કે ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ તે દિવસે કોફી શોપની મુલાકાત લીધી હતી. પરિણામે, ઇઝરાયલી વડાપ્રધાન દ્વારા શેર કરાયેલો વિડિઓ સંપૂર્ણપણે અસલી છે.

આ પણ વાંચો : અમૂલ દૂધમાં જીવાત હોવાનો વાયરલ વીડિયોમાં દાવો

Back to top button