ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોકરોચ જનતા પાર્ટીએ PM મોદીને લખી ચિઠ્ઠી, NEET મામલે સરકાર પાસે કરી મોટી માંગ

NEET Papaer Leak: NEET પેપર લીક વિવાદ વચ્ચે હવે આત્મહત્યાના મામલાઓને લઈને રાજકીય અને સામાજિક દબાણ વધી રહ્યું છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) એ આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે મોટી માંગ કરી છે. CJP ના સ્થાપક અભિજીત દિપકેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને NEET પેપર લીક વિવાદ અને વધતા માનસિક દબાણને કારણે આત્મહત્યા કરનારા બાળકોના પરિવારોને 1 કરોડનું વળતર આપવાની માંગ કરી છે.

અભિજીત દીપકેએ દાવો કર્યો છે કે છેલ્લા એક અઠવાડિયામાં 11 NEET ઉમેદવારોએ આત્મહત્યા કરી છે. તેમણે એમ પણ કહ્યું કે આમાંના 5 વિદ્યાર્થીઓએ છેલ્લા 48 કલાકમાં આત્મહત્યા કરી છે. પોતાના પત્રમાં દીપકેએ લખ્યું છે કે NEET પેપર લીકે લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ભારે તણાવમાં મૂકી દીધા છે. તેમનું કહેવું છે કે પરીક્ષા વ્યવસ્થાપન પ્રણાલી પરનો વિશ્વાસ ડગી ગયો છે અને ઘણા વિદ્યાર્થીઓ માનસિક દબાણનો સામનો કરી રહ્યા છે.

અભિજીત દિપકેની સરકાર સમક્ષ માંગ

અભિજીત દીપકેએ સરકાર પાસે માંગ કરી છે કે જેમણે પોતાના બાળકો ગુમાવ્યા છે તે પરિવારોને આર્થિક સહાય આપવામાં આવે. દરેક અસરગ્રસ્ત પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. જોકે, હજી સુધી કેન્દ્ર સરકાર તરફથી આ માંગ પર કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી. સાથે જ, આ આત્મહત્યાના કેસો અને તેમનો સીધો NEET પેપર લીક સાથે સંબંધ છે કે નહીં તેની પુષ્ટિ પણ હજી સુધી સામે આવી નથી.

NEET પેપર લીકનો મુદ્દો પહેલેથી જ દેશભરમાં મોટો બની ગયો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને અનેક સંગઠનો પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. હવે આત્મહત્યાના મામલાઓ સામે આવતા આ મુદ્દો વધુ ગંભીર બની ગયો છે.

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણી બાદ બદલાયો નંબર ગેમ! બે તૃતીયાંશ બહુમતી તરફ NDA, વિપક્ષની સ્થિતિ શું?

Back to top button