ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

IPS અધિકારીની પુત્રીએ આત્મહત્યા કરી, ઘરમાં લટકતી હાલતમાં મળી આવી લાશ

Bhopal News: મધ્ય પ્રદેશમાંથી એક હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભોપાલના VIP વિસ્તાર ચાર ઈમલીમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વરિષ્ઠ IPS અધિકારીની સગીર પુત્રીએ પોતાના સરકારી નિવાસસ્થાનમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. મૃતક વિદ્યાર્થીની 11મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. આ ઘટનાએ સમગ્ર વહીવટી અને પોલીસ તંત્રમાં શોક અને ચકચાર ફેલાવી દીધી છે.

માતા-પિતા વહીવટી સેવામાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત

માહિતી મુજબ, મૃતકના પિતા સંજીવ કંચન ભારતીય પોલીસ સેવા (IPS)ના વરિષ્ઠ અધિકારી છે અને હાલમાં પોલીસ હેડક્વાર્ટરમાં AIG તરીકે ફરજ બજાવે છે. તેમની માતા રેણુકા કંચન પણ વહીવટી સેવામાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. ઘટના સમયે બંને માતા-પિતા પોતાની ફરજ પર ગયા હતા, જ્યારે વિદ્યાર્થીની ઘરમાં એકલી હતી. ત્યારબાદ તેણે પોતાના રૂમમાં દુપટ્ટાની મદદથી ફાંસી લગાવી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી

ઘરમાં કામ કરતી મહિલાએ અધિકારીની પુત્રીને ફાંસી પર લટકતી જોઈ તાત્કાલિક ચીસો પાડી અને પરિવારજનો તેમજ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ હબીબગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. જેના કારણે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે પુત્રીનો મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે, જેથી તેની છેલ્લી વાતચીત, મેસેજ અથવા માનસિક સ્થિતિ અંગે કોઈ માહિતી મળી શકે.

પ્રતિભાશાળી વિદ્યાર્થીનીના આકસ્મિક મૃત્યુએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું

હબીબગંજ પોલીસ સ્ટેશનના SHO સંજીવ ચોક્સીના જણાવ્યા અનુસાર, ‘કેસના દરેક પાસાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. દીકરીના મિત્રો, શાળાના સાથીઓ અને નજીકના પરિચિતો સાથે પણ પૂછપરછ કરવામાં આવશે, જેથી તે કોઈ માનસિક તણાવ, અભ્યાસના દબાણ અથવા અન્ય કોઈ વ્યક્તિગત સમસ્યાથી પસાર થઈ રહી હતી કે નહીં તે જાણી શકાય.’ ભોપાલના સૌથી સુરક્ષિત અને હાઇ-પ્રોફાઇલ વિસ્તારોમાંની એક ગણાતી ચાર ઈમલીમાં બનેલી આ ઘટના અનેક સવાલો ઉભા કરી રહી છે. એક પ્રતિભાશાળી વિદ્યાર્થીનીના આકસ્મિક મૃત્યુએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : SIRને સંવિધાન વિરુદ્ધ ગણાવી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

Back to top button