ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

2020 બાદ ફરી ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા શરૂ, ભારત સરકારે કેમ લીધો આ મોટો નિર્ણય?

National News: ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ભારત સરકાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. પાંચ વર્ષ પહેલાં એટલે કે 2020માં ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ આ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. હવે બંને દેશો વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ ધીમે ધીમે ઓછી થઈ રહી છે.

આ મહત્ત્વપૂર્ણ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોમાં ધીમે-ધીમે આવી રહેલી સારા થઈ રહેલા સંબંધોના ભાગરૂપે ભરવામાં આવ્યું છે. તાજેતરમાં જ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ સેવાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ લાંબા સમયથી સ્થગિત થયેલી કૈલાશ માનસરોવર યાત્રાને પણ પુનઃ શરૂ કરી દેવામાં આવી છે. વિઝાના આ નવા નિયમો મુખ્ય ચીન, હોંગકોંગ અને મકાઉથી આવતા યાત્રીઓ પર લાગુ થશે.

સુરક્ષા માટે રહેશે કેટલાક પ્રતિબંધો

સરકારનો આ નિર્ણય પર્યટન, વેપાર અને બંને દેશોના લોકો વચ્ચે પરસ્પર સંબંધો વધારવાના પ્રયાસોનો એક ભાગ છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આ પ્રવૃત્તિઓ અટકી પડી હતી. જોકે, વિઝા આપવા માટે સામાન્ય પ્રક્રિયાઓનું પાલન થશે, પરંતુ સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રતિબંધો હજુ પણ લાગુ રહેશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત થશે

નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી બંને દેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત થશે. વ્યાપારી સમુદાયે પણ આ પગલાનું સ્વાગત કર્યું છે. હાલમાં બંને દેશો ધીમે ધીમે પોતાના ભૂતકાળના મતભેદોને પાછળ છોડીને સહયોગની દિશામાં આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચોઃ 2027માં યોગી જ રહેશે ભાજપનો ચહેરો, નિતિન નવીનનું મોટું નિવેદન

Back to top button