ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

દિલ્હીમાં ઇન્ફ્લુએન્સરની હત્યાનું કાવતરું નિષ્ફળ, પોલીસના લાઈવ ઓપરેશનમાં બે આરોપી ઝડપાયા

Influencer Murder :  દિલ્હીમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જેમ જ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની હત્યા કરવાની ખતરનાક સાજિશ રચવામાં આવી હતી. જોકે, દિલ્હી પોલીસે સમયસર કાર્યવાહી કરીને આ કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. દક્ષિણ-પૂર્વ દિલ્હી પોલીસે લાઈવ ઓપરેશન હાથ ધરીને હત્યાની ઘટનાને અંજામ અપાય તે પહેલાં જ આરોપીઓને ઝડપી લીધા હતા.

આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક સગીરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓના તાર લોરેન્સ બિશ્નોઈ અને વોન્ટેડ ગેંગસ્ટર રાશિદ કેબલવાલાની ગેંગ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની હત્યા કરવાના ઇરાદે પહોંચ્યા હતા. આ ગુનાને અંજામ આપવા માટે તેમની પાસે મોટી સંખ્યામાં હથિયારો અને કારતૂસ હતાં. પોલીસને આરોપીઓ પાસેથી પાંચ સેમી-ઓટોમેટિક પિસ્તોલ અને 11 જીવતા કારતૂસ મળી આવ્યાં છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

લોરેન્સ બિશ્નોઈના નામે હત્યાનો આદેશ આપ્યાનો આરોપ

પ્રાથમિક તપાસમાં એવો આરોપ છે કે રાશિદ કેબલવાલાએ આરોપીઓને એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરને નિશાન બનાવવાનો આદેશ આપ્યો હતો. આરોપીઓએ દાવો કર્યો હતો કે આ કામ તેમને લોરેન્સ બિશ્નોઈ તરફથી સોંપવામાં આવ્યું હતું.

આરોપીઓના મોબાઇલ ફોનની પ્રાથમિક તપાસ દરમિયાન કેટલાક વીડિયો પણ મળી આવ્યા છે. આ વીડિયોમાં લોરેન્સ બિશ્નોઈ અને રાશિદ કેબલવાલા પ્રત્યે વફાદારી દર્શાવવાની સાથે લોકોને ધમકીઓ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

એન્ક્રિપ્ટેડ એપ દ્વારા ગેંગના હેન્ડલર્સ સાથે સંપર્ક

તપાસમાં વધુ એક મહત્ત્વની બાબત સામે આવી છે. આરોપીઓ ગેંગના કથિત હેન્ડલર્સ સાથે સંપર્કમાં રહેવા માટે ‘ઝંગી’ (Zangi) એપ અને અન્ય એન્ક્રિપ્ટેડ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોવાનો આરોપ છે.

બીજી તરફ, એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની ફરિયાદના આધારે લોરેન્સ બિશ્નોઈ અને રાશિદ કેબલવાલા સાથે સંકળાયેલા કથિત ક્રાઇમ સિન્ડિકેટ વિરુદ્ધ ખંડણી (Extortion)નો કેસ પણ નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર નેટવર્ક અને હત્યાના કાવતરાની કડીઓ તપાસી રહી છે.

Back to top button