ગણપતિ બાપ્પાના દર્શને PM મોદી અને ઉપરાષ્ટ્રપતિ: પીયૂષ ગોયલના ઘરે કરી પૂજા, દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના
pm modi visited piyush goyal residence: ગણેશ ચતુર્થીના પાવન અવસર પર સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નિવાસસ્થાને પહોંચીને ગણપતિ બાપ્પાના દર્શન કર્યા અને દેશવાસીઓના સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નિવાસસ્થાને ગણપતિ દર્શન માટે ગયા હતા. તેમણે પ્રાર્થના કરી કે ભગવાન ગણેશ સૌના જીવન પર પોતાની કૃપા જાળવી રાખે.
केंद्रीय मंत्री श्री पीयूष गोयल जी यांच्या निवासस्थानी गणपती बाप्पांचे दर्शन घेतले.
श्री गणेशाची कृपादृष्टी सर्वांवर सदैव राहो!@PiyushGoyal pic.twitter.com/99zotc5m9I
— Narendra Modi (@narendramodi) September 14, 2026
ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને પણ કરી પૂજા
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પણ પીયૂષ ગોયલના નિવાસસ્થાને સ્થાપિત ગણેશજીની પ્રતિમા સમક્ષ નતમસ્તક થઈને પૂજા-અર્ચના કરી હતી.
આ પહેલાં ઉપરાષ્ટ્રપતિએ દિલ્હીના મહારાષ્ટ્ર સદનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ગણેશજીની પૂજા કરી હતી.
‘ભગવાન ગણેશ સૌને જ્ઞાન અને સમૃદ્ધિ આપે’
ગણેશ ચતુર્થીના અવસર પર ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ તહેવાર સાથે જોડાયેલી ભક્તિ, આત્મીયતા અને એકતાની ભાવના ખરેખર વિશેષ છે.
તેમણે પ્રાર્થના કરી કે ભગવાન ગણેશ દરેકને જ્ઞાન, સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ આપે.
Vice President Shri C. P. Radhakrishnan attended the Ganesh Chaturthi celebrations at the residence of Union Minister Shri Piyush Goyal in New Delhi today.@PiyushGoyal pic.twitter.com/BjzbeQC395
— Vice-President of India (@VPIndia) September 14, 2026
દેશભરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ
ગણેશ ચતુર્થીના પાવન પર્વની દેશભરમાં ભારે ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ શહેરોમાં ભવ્ય ગણેશ પંડાલો અને મંદિરોમાં ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી છે.
ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે ઉજવાતા આ પર્વ દરમિયાન લોકો પરંપરાગત રીત-રિવાજો, પૂજા-અર્ચના અને સામૂહિક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે.
PM મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે વિઘ્નહર્તા ભગવાન ગણેશનો આ પવિત્ર તહેવાર લોકોના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરશે.
PM મોદીએ પ્રાર્થના કરી કે ભગવાન ગણેશની દિવ્ય કૃપાથી સૌના પ્રયાસો સફળ થાય અને દેશ સતત પ્રગતિના માર્ગે આગળ વધતો રહે.
તેમણે ભગવાન ગણેશની સ્તુતિમાં ભક્તિપૂર્ણ શ્લોક પણ શેર કર્યો હતો અને અંતે ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ કર્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘વિઘ્નહર્તા સૌના દુઃખ દૂર કરે’
PM મોદીએ ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનારા દેવ તરીકે યાદ કરીને પ્રાર્થના કરી કે તેમના આશીર્વાદથી દેશવાસીઓના જીવનમાંથી મુશ્કેલીઓ અને દુર્ભાગ્ય દૂર થાય.
ગણેશ ચતુર્થીના આ પાવન અવસરે દેશભરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં મેઘમહેર: 24 કલાકમાં 3.54 ઈંચ વરસાદ, સરખેજમાં સૌથી વધુ 5.83 ઈંચ












