બિટ્ટુ તબાહીનો જાદુ! હવે નદીઓ સાફ કરવા Gen Z મેદાને, જુઓ વીડિયો

Bittu Tabahi River Cleaning Trend: સોશિયલ મીડિયા પર રીલ્સ, મીમ્સ અને વાયરલ ટ્રેન્ડની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી એક અલગ જ પ્રકારનું ઈન્ફ્લુઅન્સ જોવા મળી રહ્યું છે. મધ્ય પ્રદેશના યુવા વિદ્યાર્થી સુરેન્દ્ર સિંહ ચૌધરી ઉર્ફે બિટ્ટુ તબાહીએ મહિનાઓ સુધી કચરાથી ભરાયેલી અજનાર નદી સાફ કરવાની શરૂ કરેલી ઝુંબેશ હવે બીજા યુવાનોને પણ પ્રેરિત કરતી દેખાઈ રહી છે. ઉત્તર પ્રદેશના કાર્તિક સાહની સહિત અલગ-અલગ વિસ્તારોમાં યુવાનો નદી-તળાવ અને આસપાસનો કચરો જાતે સાફ કરતા હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર હવે ટ્રેન્ડ થઈ રહ્યું છે કે ‘આ છે ભારતને ખરેખર જોઈએ એવો ઇન્ફ્લુએન્સ!’
Bittu tabahi is a hero 👏🏽👏🏽 https://t.co/VUEMSVkZ71
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 5, 2026
‘તબાહી’ નામ, પરંતુ કામ ગંદકીની તબાહીનું!
સુરેન્દ્ર સિંહ ચૌધરી સોશિયલ મીડિયા પર ‘બિટ્ટુ તબાહી’ નામથી ઓળખાય છે. મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરામાંથી આવતા BScના આ વિદ્યાર્થીએ 26 જાન્યુઆરી 2026ના રોજ અજનાર નદીની સફાઈ શરૂ કરી હતી. મંદિર પાસેની નદીમાંથી આવતી દુર્ગંધ અને પાણીમાં પડેલું પ્લાસ્ટિક, બોટલો, પૂજાનો કચરો અને ગંદકી જોઈને તેણે માત્ર ફરિયાદ કરવાને બદલે જાતે જ કામ શરૂ કરવાનો નિર્ણય કર્યો.
Youth of India taking the responsibility of keeping the nation clean. 🇮🇳🔥 pic.twitter.com/L5xVSgAbjm
— FalconUpdatesHQ (@FalconUpdatesHQ) September 8, 2026
બિટ્ટુએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તેણે કચરો કાઢવા માટે મશીન બનાવવાનો વિચાર કર્યો હતો, પરંતુ એટલું બજેટ નહોતું. ત્યારબાદ તેણે 26 જાન્યુઆરીને કોઈ સારું કામ શરૂ કરવાનો દિવસ માની નદીમાં ઉતરવાનું નક્કી કર્યું. શરૂઆત તેણે એકલાએ કરી અને બાદમાં તેની કામગીરી જોઈ સ્થાનિક નગરપાલિકા તરફથી પણ સહયોગ મળવા લાગ્યો.
भारत के GEN Z तो स्वच्छ भारत अभियान मे जुट गया 🔥
बिट्टू तूफानी के बाद अब बाकि GEN Z भी स्वच्छ भारत अभियान में लग गए बहुत ही शानदार पहेली 🙏🏻 pic.twitter.com/tgOCopE7TD— Yati Sharma (@yati_Official1) September 7, 2026
ખિસ્સાના પૈસા ખર્ચીને હટાવ્યો નજર સામેનો કચરાનો પહાડ
આ કામ માત્ર કેમેરા સામેનો એક દિવસનો સ્ટન્ટ નહોતો. અહેવાલો મુજબ બિટ્ટુએ સાધનો અને ડસ્ટબિન વગેરે માટે પોતાના લગભગ ₹30 હજાર ખર્ચ્યા. તે યોગ્ય ગ્લોવ્ઝ કે સુરક્ષાત્મક સાધનો વગર પણ નદીમાં ઊતરતો રહ્યો. તેને તરતા પણ આવડતું નહોતું અને ગંદા પાણીમાં સતત કામ કરતાં હાથમાં ઇન્ફેક્શન જેવી સમસ્યા પણ થઈ હતી. છતાં તેણે સફાઈ ચાલુ રાખી અને ત્રણ મુખ્ય ઘાટ પર મોટાપાયે કામ પણ કર્યું હતું.
Gen Z is spending its own money to clean the country at an age when they should be studying and building their future.
Meanwhile, the government is sitting on public funds while citizens do its job for free. pic.twitter.com/8L3FL8YwbK
— #YeThikKarkeDikhao (@YTKDIndia) September 8, 2026
તેના ‘Before-After’ વીડિયો સામે આવ્યા ત્યારે લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ બન્યો કે મહિનાઓથી કચરામાં દબાયેલા કેટલાક વિસ્તારો આટલા બદલાઈ શકે. શરૂઆતમાં તેને ‘વ્યૂઝ માટે વીડિયો બનાવે છે’ તેવી ટીકાનો પણ સામનો કરવો પડ્યો હતો. તેનો જવાબ પણ તેણે માત્ર કામથી જ આપ્યો.
भारत की ‘Gen Z’ कड़ी मेहनत के ज़रिए ‘स्वच्छ भारत’ का संदेश फैला रही है। pic.twitter.com/M6OF1haQJ8
— Suchitra kumari (@kumarisuchitra0) September 7, 2026
પહેલા એકલો બિટ્ટુ… હવે બીજા યુવાનો પણ નદીમાં ઉતર્યા
બિટ્ટુની સ્ટોરી વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર એક રસપ્રદ બદલાવ દેખાયો છે. અલગ-અલગ એકાઉન્ટ્સ પર યુવાનો જૂથ બનાવી નદી અને સ્થાનિક જળાશયોમાંથી કચરો કાઢતા વીડિયો ઝડપથી શેર થઈ રહ્યા છે. એક વાયરલ પોસ્ટમાં યુવાનોની આવી સફાઈને લઈને લખાયું, After Bittu Tabahi now youth starting cleaning the area rivers… It’s a good trend. બીજી પોસ્ટમાં Gen Z દ્વારા નદી સાફ કરવાના વીડિયોને The kind of influence our nation truly needs કહેવામાં આવ્યો છે. એટલે સોશિયલ મીડિયા પર બિટ્ટુ એક માત્ર વાયરલ ચહેરો નથી રહ્યો. તેના નામ સાથે એક પ્રકારનો ‘ક્લીન-અપ ટ્રેન્ડ’ જોડાઈ રહ્યો છે.
Gen-Z started the cleaning City river !
It’s good Trend 🔥🫡 pic.twitter.com/Af1RdLnc18
— Ashish Singh (@AshishSinghKiJi) September 8, 2026
ઉત્તર પ્રદેશના કાર્તિક સાહનીની પણ ચર્ચા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અન્ય એક વીડિયોમાં કાર્તિક સાહની નામના ઉત્તર પ્રદેશના યુવાનના નદીની સફાઈ માટે ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. અનેક યુઝર્સ હવે બિટ્ટુ તબાહી અને કાર્તિક સાહનીને એકસાથે ઉદાહરણ આપીને કહી રહ્યા છે કે જો થોડા યુવાનો સંકલ્પ સાથે કામ કરે તો ગંદા જળાશયોમાં નોંધપાત્ર ફેરફાર શક્ય છે. જોકે આવા કેટલાક વાયરલ વીડિયો અંગે સ્થળ, સમય અને વીડિયો બનાવનાર વ્યક્તિની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
એક વ્યક્તિ શું કરી શકે?નો જવાબ દુનિયા સુધી પહોંચ્યો
બિટ્ટુના કામનો વીડિયો વાયરલ થયા બાદ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા અને ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન સહિત જાણીતી હસ્તીઓએ તેના પ્રયાસોની પ્રશંસા કરી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ બિટ્ટુ સાથે મુલાકાત કરી તેની કામગીરીની પ્રશંસા કરી હતી.
સૌથી મોટી ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે નેધરલેન્ડ્સ સ્થિત પર્યાવરણ સંસ્થા The Ocean Cleanupના સ્થાપક અને CEO બોયન સ્લેટે બિટ્ટુનું કામ જોઈ તેને પોતાની સંસ્થા સાથે કામ કરવા આમંત્રણ આપ્યું હતું. જે યુવાન થોડા મહિના પહેલાં બ્યાવરાની એક નદીમાં પોતાના હાથથી કચરો કાઢતો હતો, તેની મહેનત આજે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંસ્થાના દરવાજા સુધી પહોંચી છે.
Cleanfluencer બની શકે છે સોશિયલ મીડિયાનો નવો ટ્રેન્ડ?
આજની પેઢીને ઘણીવાર રીલ્સ, વાયરલ ચેલેન્જ અને સોશિયલ મીડિયા માટે ટાર્ગેટ કરવામાં આવે છે. પરંતુ બિટ્ટુની સ્ટોરીએ બીજી બાજુ પણ બતાવી છે—કેમેરાનો ઉપયોગ માત્ર પ્રસિદ્ધિ માટે નહીં પરંતુ કોઈ સમસ્યા બતાવીને લોકોને જોડવા માટે પણ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે આ ટ્રેન્ડને ખૂબ સરળ શબ્દોમાં સમજાવ્યો—બિટ્ટુ તબાહી પછી દેશના યુવાનો નદીઓ અને આસપાસની સફાઈ માટે આગળ આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ દિલ્હી હોસ્ટેલ દુર્ઘટના બાદ અમદાવાદમાં PG પર તવાઈ, પોલીસ-AMCનું શહેરવ્યાપી વેરિફિકેશન












