ટ્રેન્ડિંગમનોરંજન

ફિલ્મ ‘ધુરંધર 2’માં ચમક્યા મુસ્તફા અહમદ, જિમ ટ્રેનરથી અભિનેતા બનવાની પ્રેરણાદાયક સફર

Mustafa Ahmed shines in the film ‘Dhurandhar 2: નિર્દેશક આદિત્ય ધરની ફિલ્મ ધૂરંધર 2 હાલમાં દર્શકોમાં ભારે લોકપ્રિય બની રહી છે. ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે, પરંતુ સાથેના કલાકારોની અભિનય કળા પણ ચર્ચામાં છે. ખાસ કરીને મુસ્તફા અહમદએ ભજવેલું પાત્ર દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.

ફિલ્મમાં મુસ્તફા અહમદે ગુપ્ત એજન્ટ રિઝવાન શાહનું પાત્ર નિભાવ્યું છે. તેમની અભિનય કળાને પ્રશંસા મળી રહી છે, પરંતુ તેમની વાસ્તવિક જીવનની સફર પણ એટલી જ રસપ્રદ છે. મુસ્તફા મૂળ રીતે જિમ ટ્રેનર તરીકે કામ કરતા હતા અને એક સમયે તેઓ દિલ્હી ના જનકપુરી વિસ્તારમાં જિમમાં નોકરી કરતા હતા, જ્યાં તેમને માસિક માત્ર દસ હજાર રૂપિયા મળતા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

લગભગ પંદર વર્ષના સંઘર્ષ પછી તેમને સફળતા મળી. તેમની મહેનત અને લગનના કારણે તેઓ જાણીતા અભિનેતા હ્રતિક રોશનના પર્સનલ ટ્રેનર બન્યા. આ તેમની કારકિર્દીનો મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.

મુસ્તફાએ પોતાના જીવન વિશે વાત કરતાં જણાવ્યું કે બાળપણમાં તેઓ અભ્યાસમાં વધારે સારા નહોતા અને તેમને વાંચન સંબંધિત મુશ્કેલી પણ હતી. તેમ છતાં તેઓ શારીરિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા અને રમતો તથા નૃત્યમાં આગળ રહ્યા.

તેમણે વધુમાં જણાવ્યું કે એક વખત જિમમાં એક મહિલાને મદદ કરવાથી તેમની જિંદગી બદલાઈ ગઈ. આ ઘટનાએ તેમને નવા માર્ગ પર આગળ વધવા પ્રેરિત કર્યા. ત્યારબાદ તેમણે સતત મહેનત કરી અને ફિલ્મ જગતમાં પ્રવેશ મેળવ્યો.

આજે મુસ્તફા અહમદનો સફર ઘણા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. તેમની કહાની બતાવે છે કે મહેનત અને આત્મવિશ્વાસથી કોઈપણ વ્યક્તિ પોતાના સપના પૂર્ણ કરી શકે છે.

આ પણ વાંચો : લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ સુધારા બિલ, સ્ટાર્ટઅપ અને નાના ઉદ્યોગોનો માર્ગ સરળ બની શકે

Back to top button