ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જન્માષ્ટમીના દિવસે જ મુંબઈ પાણી-પાણીઃ ભારે વરસાદથી ઠેરઠેર જળબંબાકાર

  • મુંબઈ અને થાણે માટે 16 અને 17 ઓગસ્ટના બે દિવસ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ

મુંબઈ, 16 ઓગસ્ટ, 2025: Heavy rains in Mumbai આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે મુંબઈગરા અતિ ભારે વરસાદમાં ભીંજાઈ રહ્યા છે. વહેલી સવારથી એકધારો વરસાદ ચાલુ રહેતા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે અને સામાન્ય જનજીવન ઉપર અસર પડી છે.

મહારાષ્ટ્રના મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુંબઈમાં સતત થઈ રહેલા વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. હવામાન વિભાગે મુંબઈ અને થાણે માટે ઓરેન્જ એલર્ટ અને રાયગઢ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ઘણી જગ્યાએ સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે.

વડાપ્રધાન મોદીની આ 9 ઘોષણાઓ – શેરબજાર અને આ 15 શેરોમાં સોમવારે દેખાશે અસર

દેશના અનેક રાજ્યો હાલમાં પૂરનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સતત ભારે વરસાદનો દોર ચાલુ છે. અહીં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. લોકોનાં ઘર અને ઓફિસોમાં પાણી ભરાઈ ગયું છે. સતત વરસાદને કારણે રસ્તાઓ તળાવોમાં ફેરવાઈ ગયા છે. રેલવે સ્ટેશનો અને રેલવે ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયું છે. અંધેરી, કુર્લા અને ચેમ્બુરમાં શુક્રવારે રાત્રે સતત 4 કલાક સુધી રેકોર્ડબ્રેક વરસાદ થયો, જેના પછી સ્થિતિ વધુ બગડી ગઈ. આ સાથે સાંતાક્રુઝમાં પણ 24 કલાકમાં ભારે વરસાદ થયો.

હવામાન વિભાગના કોલાબા અને સાંતાક્રુઝ નિરીક્ષણ કેન્દ્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સાંતાક્રુઝમાં 11.5 મિલીમીટર વરસાદ થયો હતો. જ્યારે કોલાબામાં 24 કલાકમાં 45.2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે ચોમાસાની શરૂઆતથી લઈને અત્યાર સુધી સાંતાક્રુઝમાં 1435.7 મિલીમીટર અને કોલાબામાં 1119.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે.

મુંબઈ અને થાણે માટે 16 અને 17 ઓગસ્ટના બે દિવસ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાયગઢ જિલ્લામાં આ બે દિવસ માટે રેડ એલર્ટ છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. IMDએ કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે તોફાન અને વીજળીની પણ આશંકા વ્યક્ત કરી છે. આ સાથે ચેતવણી આપતા જણાવ્યું છે કે દક્ષિણ કોંકણ-ગોવા જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ, ઉત્તર કોંકણ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે. આવી સ્થિતિમાં પશ્ચિમ બંગાળથી પૂર્વ-મધ્ય અરબ સાગર સુધી ટ્રફ ફેલાયેલી છે. આની અસર આખા કોંકણ ક્ષેત્રમાં જોવા મળશે. રત્નાગિરી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે મૂસળધાર વરસાદ થવાની સંભાવના છે. બાકીના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ છે.

અલાસ્કામાં ન થયું સિઝફાયરનું એલાન, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક બેઠક ચાલી

Back to top button