400 કિલો RDX, 1 કરોડ લોકોને મારી નાંખવાની ધમકી… અનંત ચતુર્દશી એક દિવસ પહેલા મુંબઈ પોલીસને મળી ધમકી

મહારાષ્ટ્રઃ 5 સપ્ટેમ્બર, 2025: Mumbai Bomb Blast Threat: મુંબઈમાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. હકીકતમાં મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે. આ મેસેજ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ નંબર પર મોકલવામાં આવ્યો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો કે, શહેરમાં 34 વાહનોમાં હ્યુમન બોમ્બ બેઠા છે. આ તમામ બ્લાસ્ટ થશે અને આખું મુંબઈ હચમચી જશે. આ મેસેજમાં ‘લશ્કર-એ-દેહાદી’ નામના સંગઠનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મેસેજમાં એવું પણ કહેવામાં આવ્યું કે, 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે. આ લોકો મુંબઈમાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યા છે.
મુંબઈ પોલીસને મળી ધમીક
આ મેસેજ બાદ, મુંબઈ પોલીસ હાઇ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ટ્રાફિક કંટ્રોલ વોટ્સએપ પર મળેલા ધમકીભર્યા મેસેજ અંગે ટ્રાફિક જોઇન્ટ સીપી અનિલ કુંભારેએ કહ્યું છે કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ મામલાની તપાસ કરી રહી છે.
400 કિલો RDXથી હુમલો
આ ધમકીમાં એવું પણ કહેવામાં આવ્યું કે, મુંબઈમાં બ્લાસ્ટ કરવા માટે 400 કિલો RDXનો ઉપયોગ કરવામાં આવશે, જે 1 કરોડ લોકોના જીવ લઈ શકે છે. આ ધમકી બાદ મુંબઈ પોલીસ સંપૂર્ણપણે સતર્ક થઈ ગઈ છે અને શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ આ ધમકીની દરેક પાસાઓની તપાસ કરી રહી છે. મુંબઈ ભારતના સૌથી ગીચ વસ્તીવાળા શહેરોમાંનું એક છે. આવી સ્થિતિમાં, પોલીસ કોઈ બેદરકારી દાખવી રહી નથી. હાલ, પોલીસ આ મામલાની ખૂબ જ બારીકાઈથી તપાસ કરી રહી છે.
સુરક્ષા માટે બંદોબસ્ત
રાઈટ કંટ્રોલ ટીમ, SRPF અને અન્ય સુરક્ષા દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. દેખરેખ માટે ડ્રોન, CCTV અને AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સમય દરમિયાન, પોલીસની પરવાનગી વિના કોઈપણ ડ્રોનને ઉડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સુરક્ષા દળો કોઈપણ પ્રકારના થ્રેટ હેન્ડલનો સામનો કરવા સક્ષમ છે. તમામ નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે. પાર્કિંગ, બેઝમેન્ટ સહિત તમામ સંવેદનશીલ સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે અને BDDS ટીમ પણ તૈનાત છે.
આ સિવાય એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 538 લાઇફ ગાર્ડ અને કોસ્ટ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રાફિક ડાયવર્ઝન અને માહિતી સોશિયલ મીડિયા, એક્સ અને એફએમ રેડિયો દ્વારા આપવામાં આવશે. ખતરનાક પૂલ પર મૂર્તિઓ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ ભેગા થવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
પોલીસ નિયંત્રણમાં તમામ ગતિવિધિ
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જે વોટ્સએપ નંબર પરથી આ સંદેશ મોકલવામાં આવ્યો હતો તેને ટ્રેસ કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસ હંમેશા સતર્ક છે અને દરેક વસ્તુ પર નજર રાખીએ છીએ. જનતાએ ગભરાવાની જરૂર નથી, પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને બધું શાંતિપૂર્ણ છે.
આ પણ વાંચોઃ હચમચાવતી ઘટના: દુલ્હનને 6 મહિનામાં 7વાર સાપે માર્યો ડંખ, સારવાર કરનાર ડોક્ટર પણ ચોંકી ગયા
આ પણ વાંચોઃ ગુજરાત: ભારે વરસાદની ચેતવણી, નર્મદા નદી કાંઠાના 27થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા












