MSMEમાં મધ્યમ સાહસોનું ફક્ત 0.3 ટકા યોગદાન, નીતિ આયોગે ગણાવ્યા 7 મોટા પડકારો

નવી દિલ્હી, 27 મે, 2025: દેશની જીડીપીમાં 29 ટકા, નિકાસમાં 40 ટકા અને રોજગારી ક્ષેત્રે 60 ટકા યોગદના આપનાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો (MSME) અનેક માળખાકીય અસમાનતાઓનો સામનો કરી રહ્યુ છે. નોંધાયેલ MSMEમાં સૂક્ષ્મ ઉદ્યોગની સૌથી 97 ટકા, લધુ ઉદ્યોગની 2.7 ટકા હિસ્સેદારી છે. જ્યારે MSME કુલ નિકાસમાં 40 ટકા યોગદાન આપનાર મધ્યમ સાહસોનો હિસ્સો ફક્ત 0.3 ટકા છે, જે સ્પષ્ટ રીતે માળકખાકીય અસમાનતાનો સંકેત આપે છે.
નીતિ આયોગ દ્વારા ગઇકાલે “પોલિસી ફોર્મ્યુલેશન ફોર મીડિયમ એન્ટરપ્રાઇસિસ” નામના શિર્ષક દ્વારા જારી કરેલા એક રિપોર્ટમાં કહ્યુ હતું કે દેશનું વિકેસ એન્જિન બનવા માટે મધ્યમ સાહસોએ સાત પડકારોને પડકારોને પાર કરવા પડશે. આ પડકારો છે… સરકારી યોજનાઓ વિશે ઓછી જાગૃતિ, ટેકનોલોજી અપગ્રેડેશનનો અભાવ, કુશળ શ્રમબળનો અભાવ, અનુપાલન, નવીનતા, ભંડોળ અને જમીન-માળખાકીય સુવિધાઓમાં અવરોધો. આ અહેવાલમાં આ ઉદ્યોગોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને તેમની સંપૂર્ણ ક્ષમતાને બહાર કાઢવા માટે લક્ષિત હસ્તક્ષેપો પર ભાર મુકવામાં આવ્યો છે.
મદદ ઉપલબ્ધ હોવા છતાં ઉપયોગમાં પાછળ કેમ રહે છે તેના સાત કારણો
સરકારી યોજનાઓ વિશે ઓછી માહિતી: મધ્યમ કદના ઉદ્યોગો MSME મંત્રાલયની 18 યોજનાઓમાંથી માત્ર 4-5 યોજનાઓથી વાકેફ છે.આમાં પણ, ફક્ત 10 ટકા લોકોએ કેટલીક યોજનાઓનો લાભ લીધો છે.માત્ર 10 ટકા સાહસોએ ઇન્વેસ્ટ મિત્ર, NCD ઇન્ડિયા અને GEM જેવા પોર્ટલનો ઉપયોગ કર્યો છે.
કુશળ શ્રમબળ: કૌશલ્ય વિકાસ યોજનાઓનો લાભ ન લેવો એ કુશળ શ્રમબળની અછતનું એક મુખ્ય કારણ છે.88 ટકા સાહસો કૌશલ્ય વિકાસ કે તાલીમ યોજનાઓનો લાભ લઈ રહ્યા નથી.31 ટકા લોકો તાલીમ કાર્યક્રમોને તેમના માટે સુસંગત માનતા નથી.
ભંડોળ: સસ્તી લોનની ઉપલબ્ધતાનો અભાવ, મૂડી બજારોમાં મર્યાદિત પહોંચ અને ગેરંટીનો અભાવ મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે ભંડોળના માર્ગમાં અવરોધો છે.મોટી કંપનીઓ કરતાં મધ્યમ ઉદ્યોગોને ધિરાણ આપવા માટે બેંકો ચાર ટકા વધુ વ્યાજ વસૂલ કરે છે.
ટેકનોલોજી અપગ્રેડેશનનો અભાવ: 60 ટકા મધ્યમ ઉદ્યોગો હજુ પણ જૂની મશીનરીનો ઉપયોગ કરે છે, જે ઉત્પાદકતા અને ગુણવત્તાને અસર કરે છે.નવી ટેકનોલોજી અપનાવવાના તેમના માર્ગમાં ઊંચી કિંમત એક મોટો અવરોધ છે.
નવીનતા માટેના અવરોધો: મધ્યમ ઉદ્યોગોના વિકાસ અને સ્પર્ધાત્મકતા માટે નવીનતા મહત્વપૂર્ણ છે.છતાં, તેને આ માટે પૂરતો ટેકો મળી રહ્યો નથી.78 ટકા સાહસોનું માનવું છે કે નવીનતાને પ્રોત્સાહન આપવા માટે વધારાના પગલાં લેવાની જરૂર છે. સંશોધન અને વિકાસ માટે સમર્પિત ભંડોળ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.અનુ
અનુપાલનનો બોજ: મધ્યમ ઉદ્યોગોને લાગે છે કે તેમની અનુપાલનની જરૂરિયાતો MSE કરતા વધારે છે. તેમને શ્રમ, આરોગ્ય અને સલામતી નિરીક્ષકો દ્વારા નિરીક્ષણ અને ઓડિટ કરાવવાની જરૂર છે.
આ પણ વાંચોઃ 7 જૂને સિંહ રાશિમાં ગ્રહોના સેનાપતિ મંગળનો પ્રવેશ, કેતુ સાથે યુતિ કરી વધારશે આ લોકોની પરેશાની












