6 બાળકોને એઇડ્સ પીડિત બનાવવાના કેસમાં મોટી કાર્યવાહી, હોસ્પિટલના 3 અધિકારીઓ સસ્પેન્ડ, જાણો શું છે મામલો?

HIV Positive Blood Transfusion Case: મધ્યપ્રદેશની એક જિલ્લા હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારીનો તો જોવો. થેલેસેમિયાથી પીડાતા છ બાળકોને HIV-પોઝિટિવ બ્લડ ચઢાવી દીધુ, અને હવે તે બધા એઇડ્સથી પીડિત છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી, એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, અને તેના અહેવાલના આધારે, આરોગ્ય વિભાગે નોંધપાત્ર પગલાં લીધાં છે.
મધ્યપ્રદેશના સતના જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં થેલેસેમિયાથી પીડિત છ બાળકોને HIV પોઝિટિવ બ્લડ ચઢાવવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે આ મામલે કાર્યવાહી કરી છે. સતના જિલ્લા હોસ્પિટલના બ્લડ બેંક ઇન્ચાર્જ અને પેથોલોજિસ્ટ ડૉ. દેવેન્દ્ર પટેલ અને બે લેબ ટેકનિશિયન, રામ ભાઈ ત્રિપાઠી અને નંદલાલ પાંડેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ભૂતપૂર્વ સિવિલ સર્જન ડૉ. મનોજ શુક્લાને પણ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.
તપાસ સમિતિના અહેવાલના આધારે કાર્યવાહી
વિભાગે તમામ આરોપીઓ સામે કડક વિભાગીય કાર્યવાહીની ચેતવણી આપી છે. આ કાર્યવાહી ડૉ. યોગેશ ભરસાટ (આયુષ્માન ભારતના સીઈઓ) ની આગેવાની હેઠળની સાત સભ્યોની તપાસ સમિતિના પ્રારંભિક તપાસ અહેવાલના આધારે કરવામાં આવી હતી. આ બાબત પ્રકાશમાં આવ્યા બાદ 16 ડિસેમ્બરે આ સમિતિની રચના કરવામાં આવી હતી. બીજી તરફ, આ કેસમાં કાર્યવાહી કરતી વખતે, પોલીસે ગેરકાયદેસર લોહીના વેપારમાં સામેલ ગેંગ પર સકંજો કસ્યો અને બે આરોપીઓની રંગેહાથ ધરપકડ પણ કરી.
HIV ટેસ્ટ કર્યા વગર ચઢાવી દીધું બ્લડ
બ્લડ બેંકના ઇન્ચાર્જ ડો. દેવેન્દ્ર પટેલે તપાસ સમિતિને જણાવ્યું હતું કે બ્લડ ડોનર સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરે છે, અને દાન કરાયેલ બ્લડ થેલેસેમિયાવાળા બાળકોને આપવામાં આવે છે. બ્લડ બેંકના સ્ટાફે ડોકટરોને બ્લડ આપ્યું, જેમણે HIV પરીક્ષણ કર્યા વગર જ બાળકોને બ્લડ ચઢવી દીધું, જેના પરિણામે બાળકો HIV પોઝિટિવ બન્યા. તેમના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. લગભગ છ યુનિટ બ્લડ HIV પોઝિટિવ હતું, જેના પરિણામે છ બાળકો તેનાથી પીડાતા થયા. આ ઘટનામાં ડોક્ટરોએ ઘોર બેદરકારી દાખવી, જેમણે પરીક્ષણ કર્યા વિના જ લોહી ચઢાવી દીધુ.
ડોનરોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી
પ્રાપ્ત માહિતી અનુસાર, બ્લડ બેંકમાંથી બ્લડ લેવામાં આવ્યું અને માત્ર બાળકોને જ નહીં પરંતુ ઘણી સગર્ભા સ્ત્રીઓને પણ બ્લડ ચઢાવવામાં આવ્યું છે, પરંતુ તેમના ઠેકાણા હજુ સુધી મળ્યા નથી. HIV પોઝિટિવ ડોનરોનો પણ કોઈ પત્તો લાગ્યો નથી. લગભગ ચાર મહિના પહેલા આ કેસ નોંધાયો હોવા છતાં, ICTC સેન્ટરે પણ આ બાબતને અવગણી હતી. અનેક સ્તરે બેદરકારી દાખવવામાં આવી, જેના કારણે કલેક્ટર ડૉ. સતીશ કુમારે CMO પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
આ પણ વાંચો: હું તને વેચી નાખીશ: પતિએ પત્નીના નગ્ન ફોટા મિત્રોને મોકલી આપ્યા, પછી આપી ધમકી












