શ્રી ખોડલધામ યુવા સમિતિ (KDYS) દ્વારા 1600થી વધુ ચપ્પલનું વિતરણ

- રાજકોટ શહેરના તમામ વોર્ડમાં જરૂરિયાતમંદોને ચપ્પનું વિતરણ કરાયું
રાજકોટ, 8 એપ્રિલ, 2025: શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની યુવા પાંખ શ્રી ખોડલધામ યુવા સમિતિ (KDYS) દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. 1600 slippers distributed by Shri Khodaldham Yuva Samiti હાલ ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે. ધોમધગતા તાપમાં ઘણા લોકોને પગમાં ચપ્પલ વિના ચાલવું પડતું હોય છે ત્યારે આ લોકોની મદદે શ્રી ખોડલધામ યુવા સમિતિ આવી છે અને તેઓને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રી ખોડલધામ યુવા સમિતિ રાજકોટ શહેરની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં ઉનાળામાં ધોમધગતા તાપમાં જરૂરિયાતમંદ લોકોને ચપ્પલ આપવામાં આવ્યા હતા. આ ચપ્પલ વિતરણ કાર્યક્રમ રાજકોટ શહેરના દરેક વોર્ડમાં વોર્ડ ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં યુવા સમિતિના સભ્યોએ રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના વૃદ્ધોને ચપ્પલ આપ્યા હતા અને ઉનાળાની ગરમીમાં તેઓને રાહત મળે તેવું ઉમદા કાર્ય કર્યું હતું. આ ચપ્પલ વિતરણ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેરમાં 1600થી વધુ લોકોને ચપ્પલ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ જુઓ વીડિયોઃ CM ભૂપેન્દ્રભાઈએ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી, શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કર્યો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












