ટ્રાવેલનેશનલ

કશ્મીરમાં 16 લાખથી વધુ Tulips ખીલશે, લોકો માટે ગાર્ડન ખુલ્લું મુકાયું, જુઓ સુંદર તસ્વીરો

કશ્મીરને  ભારતનું સ્વર્ગ કહેવામાં આવે છે. અહીનો નજરો અલગ જ જોવા મળે છે. ક્યાંક બરફની ચાદર હોય તો ક્યાંક સુંદર મજાના ફૂલોનો ગાર્ડન હોય છે. શ્રીનગરમાં એશિયાનું સૌથી મોટું Tulip ગાર્ડન આવેલું છે જે લોકો માટે ખુલ્લી મુકવામાં આવ્યું છે. જમ્મુ – કશ્મીરના ઉપરાજ્યપાલ  મનોજ સિન્હા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું . તેમણે કહ્યું કે , આ વર્ષે એશિયાના સૌથી મોટા Tulip ગાર્ડનમાં વિવિધ વેરાયટીના 16 લાખથી વધુ Tulips ખીલશે.

આ પણ વાંચો : લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર વચ્ચેનો ‘ગેટવે’ 68 દિવસ પછી ખુલ્યો

શ્રીનગરમાં એશિયાનો સૌથી મોટો Tulip ગાર્ડન આજથી એટલે કે 19 માર્ચથી સામાન્ય લોકો અને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં  આવ્યો છે. જમ્મુ-કશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે ​​રિબન કાપીને બગીચાનું ઉદ્ઘાટન કર્યું હતું.

ઉદ્ઘાટન સમારોહ માટે દેશ વિદેશથી મહેમાનો આવ્યા હતા. મહેમાનોમાં દુબઈના રોકાણકારો પણ જોડાયા હતા. Tulip ગાર્ડનના ઉદ્ઘાટનમાં આ રોકાણકારોને એકસાથે રાખવા પાછળનો હેતુ કશ્મીરના પ્રવાસનને દેશ-વિદેશ સુધી લઈ જવાનો છે.

આ પણ વાંચો : લેડી હાર્ડિંગનું સ્વપ્ન, ચીનનું કમળ, કલામની અમર ઝૂંપડી, જાણો કેમ મુઘલ ગાર્ડનને સ્વર્ગ કહેવામાં આવતું હતું

મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે આ વર્ષે એશિયાના સૌથી મોટા Tulip ગાર્ડનમાં વિવિધ વેરાયટીના 16 લાખથી વધુ Tulips ખીલશે, જ્યારે ગયા વર્ષે 15 લાખ Tulips ખીલ્યાં હતાં.

ફ્લોરીકલ્ચર વિભાગના કમિશનર સેક્રેટરી શેખ ફયાઝના જણાવ્યા અનુસાર આગામી એક મહિના સુધી Tulip ગાર્ડનમાં પ્રવાસીઓ વિવિધ પ્રકારના ફૂલો જોઈ શકશે.

આ પણ વાંચો : રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલ્યું, 31 જાન્યુઆરીથી ખુલશે નવી ઓળખ સાથે

આ વર્ષે વિવિધ જાતોના 1.6 મિલિયનથી વધુ Tulips ખીલશે અને બગીચાને ઉત્સવનો દેખાવ આપશે.

“અમે આશા રાખીએ છીએ કે આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ એશિયાના સૌથી મોટા Tulip ગાર્ડનની મુલાકાત લેશે,” તેમણે કહ્યું.

આ વર્ષે બગીચાની અંદર વોટર ચેનલ અને ફુવારા બનાવવામાં આવ્યા છે જે તેની સુંદરતામાં વધારો કરશે.

શ્રીનગરમાં Tulip ગાર્ડન તેની શરૂઆતથી ખીણના મુખ્ય પ્રવાસીઓના આકર્ષણોમાંનું એક બની ગયું છે.

5,600 ફૂટની ઉંચાઈ પર આવેલો આ બગીચો પ્રવાસન વિભાગ માટે મદદરૂપ સાબિત થયો છે.

Back to top button