મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026: કેરળની કૈઝિયા લિઝ મેજોએ જીત્યો તાજ, ટોપ-5માં સ્થાન મેળવ્યું

Miss Universe India 2026: મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026નો ગ્રાન્ડ ફિનાલે રવિવાર, 23 ઓગસ્ટ 2026ના રોજ જયપુરમાં યોજાયો હતો. આ સૌંદર્ય સ્પર્ધામાં દેશભરમાંથી કુલ 52 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કડક સ્પર્ધા બાદ કેરળની કૈઝિયા લિઝ મેજોએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026નો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
સ્પર્ધાના જજિંગ પેનલમાં બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન, ઉર્વશી રૌતેલા અને સેલિના જેટલી સહિત મનોરંજન જગતના જાણીતા ચહેરાઓ સામેલ હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કૈઝિયા લિઝ મેજોએ જીત્યો તાજ
સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં ટોપ-5 ફાઇનલિસ્ટ્સને જજોની સામે 40 સેકન્ડનું ક્લોઝિંગ રિમાર્ક આપવાનું હતું. આ દરમિયાન સ્પર્ધકોએ જીવન પ્રત્યેનો પોતાનો અભિગમ, પડકારો અને ભવિષ્ય અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
કૈઝિયા લિઝ મેજોના જવાબ અને આત્મવિશ્વાસે જજિંગ કમિટીને પ્રભાવિત કરી હતી. રાત્રે 2:50 વાગ્યે વિજેતાના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025ની વિજેતા મનિકા વિશ્વકર્માએ કૈઝિયાને તાજ પહેરાવ્યો હતો. તાજ જીત્યા બાદ કૈઝિયા ભાવુક થઈ ગઈ હતી.
ટોપ-5માં કોણ-કોણ પહોંચ્યું?
મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026ના ટોપ-5 ફાઇનલિસ્ટ્સમાં વિવિધ રાજ્યોની સુંદરિઓએ સ્થાન મેળવ્યું હતું.
-
વિજેતા: કૈઝિયા લિઝ મેજો – કેરળ
-
ફર્સ્ટ રનર-અપ: વૈષ્ણવી – તમિલનાડુ
-
સેકન્ડ રનર-અપ: અનુશ્રી સતવાલેકર – ગુજરાત
-
થર્ડ રનર-અપ: તેજસ્વિની શ્રીવાસ્તવ – મહારાષ્ટ્ર
-
ફોર્થ રનર-અપ: અનુભા વશિષ્ઠ – ઉત્તરાખંડ
કૈઝિયા લિઝ મેજો હવે આ વર્ષના અંતમાં પ્યુર્ટો રિકોમાં યોજાનારી 75મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
સુષ્મિતા સેન સહિત આ અભિનેત્રીઓ જજ બની
મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026ની જજિંગ કમિટીમાં સુષ્મિતા સેન ઉપરાંત સેલિના જેટલી અને ઉર્વશી રૌતેલા પણ સામેલ હતાં. ફિલ્મ પ્રોડ્યુસર પ્રજ્ઞા કપૂરે પણ જજ તરીકે જવાબદારી નિભાવી હતી.
સુષ્મિતા સેને 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. સેલિના જેટલીએ 2001માં મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો અને ત્યારબાદ મિસ યુનિવર્સ સ્પર્ધામાં ફોર્થ રનર-અપ રહી હતી. ઉર્વશી રૌતેલાએ 2015માં મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો.
આ પણ વાંચો : ખાંડ મોંઘી થતાં અમદાવાદમાં ચા-કોફીના ભાવ વધ્યા, હવે કટીંગ ચા માટે ચૂકવવા પડશે 15 રૂપિયા











