મીરાબાઈ ચાનુએ રચ્યો નવો ઇતિહાસ, ભારતને અપાવ્યો કોમનવેલ્થ 2026નો પહેલો ગોલ્ડ
Mirabai Chanu Weightlifting Gold Medal: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય રમતવીરોનું શાનદાર પ્રદર્શન જારી છે. ભારત માટે ગૌરવની ક્ષણ ત્યારે આવી જ્યારે દેશની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનુએ અદ્ભુત રમત બતાવીને વેટલિફ્ટીંગમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેમની આ સિદ્ધિથી સમગ્ર દેશમાં ખુશીની લહેર ફરી વળી છે.
મીરાબાઈ ચાનુ માટે આ વિજય માત્ર એક ગોલ્ડ મેડલ નથી, પરંતુ તેમની સાતત્યપૂર્ણ શ્રેષ્ઠતાનું ઉદાહરણ છે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં મીરાબાઈનો આ સતત ચોથો મેડલ છે. આ પહેલા તેમણે ગ્લાસગો ગેમ્સમાં 48 કિલોગ્રામ વજન વર્ગમાં પણ ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું.
રેકોર્ડ તોડ સ્નેચ રાઉન્ડ અને ક્લીન એન્ડ જર્કમાં શાનદાર પ્રદર્શન
ભારતની સુપરસ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનુએ શરૂઆતથી જ પોતાની રમતમાં પકડ બનાવી રાખી હતી. તેમણે સ્નેચ રાઉન્ડમાં જ 85 કિલોગ્રામ વજન સફળતાપૂર્વક ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો એક નવો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. ત્યારબાદ ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં 105 કિલોગ્રામ નો તોતિંગ ભાર ઊંચકીને કુલ 190 કિલોગ્રામ વજન સાથે ભારતના નામે ગોલ્ડ મેડલ પાકો કરી લીધો હતો.
બીજા ક્રમના સ્પર્ધકને 22 કિલોના વિશાળ માર્જિનથી હરાવ્યા
મીરાબાઈની આ જીત એટલી ભવ્ય અને પ્રભાવશાળી હતી કે તેમની આસપાસ પણ કોઈ હરીફ ટકી શક્યું નહોતું. બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીતનાર નાઇજીરીયાની રુથ ન્યોંગ’ઓ કરતાં મીરાબાઈએ 22 કિલોગ્રામ વધુ વજન ઉપાડીને મેદાનમાં પોતાનું એકચક્રી શાસન સાબિત કર્યું હતું.
મીરાબાઈ ચાનુ કોણ છે?
મણિપુરના ઈમ્ફાલ શહેરની વતની સૈખોમ મીરાબાઈ ચાનુ આજે ભારતની સૌથી સફળ, લોકપ્રિય અને પ્રેરણાદાયી મહિલા વેટલિફ્ટર્સમાં અગ્રણી સ્થાન ધરાવે છે. ઓલિમ્પિક રમત ઉત્સવમાં દેશ માટે ઐતિહાસિક મેડલ જીતવાથી લઈને કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રણ ગોલ્ડ મેડલ પોતાના નામે કરવા સુધી મીરાબાઈએ પોતાની અદભુત રમતથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો ત્રિરંગો હંમેશાં ઊંચો રાખ્યો છે. મીરાબાઈએ માત્ર 13 વર્ષની નાની વયે જ વેટલિફ્ટિંગની કઠિન તાલીમ લેવાનું શરૂ કરી દીધું હતું. જોકે, સફળતા સુધી પહોંચવાનો આ માર્ગ બિલકુલ સરળ નહોતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કરિયરના પ્રારંભિક દિવસોમાં પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેમને ખેલાડી માટે જરૂરી પ્રોટીનયુક્ત ડાયેટ અને યોગ્ય ખોરાક મેળવવામાં પણ ભારે તકલીફ પડતી હતી. પરિસ્થિતિઓ ભલે ગમે તેટલી પ્રતિકૂળ રહી હોય, પરંતુ તેમણે ક્યારેય હાર ન માની. પોતાના અથાક પરિશ્રમ અને દ્રઢ મનોબળના જોરે આજે તેઓ દેશની કરોડો દીકરીઓ માટે પ્રેરણાસ્રોત અને વિશ્વભરમાં ભારતનું ગૌરવ બની ચૂક્યા છે.
આ પણ વાંચો :વૈભવ સૂર્યવંશીનું તોફાની અર્ધશતક, ચોગ્ગા-છગ્ગાની રમઝટથી ઝિમ્બાબ્વેના બોલરો પરસેવે રેબઝેબ!
આ પણ વાંચો :સ્માર્ટ લર્નિંગનો નવો યુગ, વિદ્યાર્થીઓ માટે બેસ્ટ 10 AI પ્લેટફોર્મ












