‘કાલે પેપર લીક પર કડક કાયદો લાવીશું’, PM મોદીએ શેર કર્યો નવો વીડિયો

PM Modi : પેપર લીક અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવો વીડિયો સંદેશ જારી કર્યો છે. જેમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આવતીકાલે (સોમવારે) એક કડક નિયમ લાવશે. નંદન નીલેકણીના નેતૃત્વમાં પરીક્ષા સુધારા પર એક શક્તિશાળી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વીટર દ્વારા આ વીડિયો સંદેશ જારી કર્યો છે. પીએમએ આ વીડિયો પણ મોબાઈલ ના સેલ્ફી કેમરાથી રેકોર્ડ કર્યો છે.
ભારત સરકાર સતત પગલાં લઈ રહી છે
પેપર લીક મુદ્દે બોલતા, પ્રધાનમંત્રીએ કહ્યું, “મિત્રો, ભારત સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે સતત અનેક પગલાં લઈ રહી છે. જેમણે તેમના ભવિષ્ય સાથે ચેડા કર્યા તેઓ જેલમાં સડી રહ્યા છે.”
HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5
— Narendra Modi (@narendramodi) July 26, 2026
આપણે ભવિષ્ય માટે વિચારવું પડશે – પીએમ મોદી
પીએમે કહ્યું, “અમે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરી છે. અમે આવતીકાલે સંસદમાં એક નવો કાયદો લાવવા માટે પણ આગળ વધી રહ્યા છીએ, જેમાં કડક કાયદાઓની જોગવાઈઓ હશે. પરંતુ આપણે ભવિષ્ય માટે વિચારવું પડશે. આપણી પરીક્ષા પ્રણાલી વિશ્વસનીય હોવી જોઈએ. આપણી પરીક્ષા પ્રણાલી પારદર્શક હોવી જોઈએ. આપણી પરીક્ષા પ્રણાલીએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નંદન નીલેકણીના નેતૃત્વમાં ટીમની રચના
પીએમ મોદીએ વધુમાં કહ્યું, “આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને, અમે વિશ્વ વિખ્યાત ટેકનોલોજી નિષ્ણાત નંદન નીલેકણીના નેતૃત્વમાં એક ઉચ્ચ-શક્તિવાળી ટાસ્ક ફોર્સ બનાવવાનું નક્કી કર્યું છે. તે પરીક્ષા સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેના અહેવાલના આધારે, અમે ખાતરી કરીશું કે આગામી પરીક્ષાઓ શક્ય તેટલી વહેલી તકે યોજવામાં આવે.”
જાણો કોણ છે નંદન નીલેકણી
નંદન નીલેકણી એક પ્રખ્યાત ભારતીય ઉદ્યોગપતિ, ટેકનોલોજી નિષ્ણાત અને ઇન્ફોસિસના સહ-સ્થાપક અને ચેરમેન છે. તેમણે 2009 થી 2014 સુધી UIDAI ના ચેરમેન તરીકે સેવા આપી હતી અને આધાર પ્રોજેક્ટને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમને 2006 માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે IIT બોમ્બેમાં અભ્યાસ કર્યો હતો.
આ પણ વાંચો :શ્રીલંકા ટેસ્ટ પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વોશિંગ્ટન સુંદર પ્રથમ મેચમાંથી બહાર
આ પણ વાંચો :PM મોદી અને Gen-Z વચ્ચે સંવાદ, યુવાનોએ વ્યક્ત કર્યો વિશ્વાસ












