ગુજરાતટ્રેન્ડિંગ

મહેસાણા: સામેત્રા ગામ નજીક સલ્ફર પ્લાન્ટમાં લાગી આગ, બે શ્રમિકોના મોત

  • સામેત્રા ગામ નજીક આવેલા APN સલ્ફર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી
  • આ દુર્ઘટનામાં બે શ્રમિકોના ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યા
  • આ ઘટનાની જાણથતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી

મહેસાણા-બહુચરાજી હાઈવે પર સામેત્રા ગામ નજીક આવેલા APN સલ્ફર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે શ્રમિકોના ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યા હતા. જ્યારે બે શ્રમિકોને ઈજાગ્રસ્ત થયા હતા. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ઘટનાની જાણથતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

સામેત્રા ગામ નજીક APN સલ્ફર પ્લાન્ટમાં અચાનક આગ લાગી

ઉલ્લેખનીય છે કે મહેસાણાના સામેત્રા ગામ નજીક APN સલ્ફર પ્લાન્ટમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં આસપાસ કામ કરતા શ્રમિકો આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ પ્રાથમિક વિગતો મુજબ કંપનીના કર્મચારીઓ અને સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું

આગ પર કાબૂ મેળવ્યા બાદ જ્યારે પ્લાન્ટની અંદર તપાસ કરવામાં આવી, ત્યારે બે શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા હતા. એક અન્ય શ્રમિક પણ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: Hindi Diwas 2025: ગુજરાતના 85 લાખ વિદ્યાર્થીઓ હિન્દીની પરીક્ષા આપી ચૂક્યા

Back to top button