તમિલ અભિનેતા મન્સૂર અલી ખાન છેલ્લા કેટલાક દિવસોથી પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં હતા. અભિનેતાના આ નિવેદનને કારણે તેને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અભિનેતા વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો.હવે અભિનેતાએ પ્રખ્યાત અભિનેત્રી ત્રિશા કૃષ્ણન વિશે આપેલા અભદ્ર નિવેદન માટે માફી માંગી છે. ત્રિશા કૃષ્ણને પણ કો-એક્ટર મન્સૂર અલી ખાનની માફી સ્વીકારી લીધી હતી. જેથી, હવે આ વિવાદ અટકતો જોવા મળી રહ્યો છે.
#BREAKING : Actor #MansoorAliKhan
apologizes to Actress @trishtrashers" எனது சக திரைநாயகி திரிஷாவே
என்னை மன்னித்துவிடு!
இல்லறமாம் நல்லறத்தில் நின் மாங்கல்யம் தேங்காய் தட்டில் வலம்வரும்போது நான் ஆசிர்வதிக்கும் பாக்யத்தை இறைவன் தந்தருள்வானாக!! ஆமீன். "—மன்சூர் அலிகான்
— Ramesh Bala (@rameshlaus) November 24, 2023
મન્સૂર અલી ખાને માફી માંગતા શું કહ્યું?
પોતાના નિવેદન બદલ માફી માંગતા મન્સૂર અલી ખાને કહ્યું, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારી સહકર્મી, ત્રિશા , કૃપા કરીને મને માફ કરો. હું આશા રાખું છું કે ભગવાન મને તમારા લગ્નમાં આશીર્વાદ આપવા માટે કોઈ દિવસ આ તક આપે.’ એફઆઈઆર નોંધાયા બાદ પૂછપરછ માટે પોલીસ સમક્ષ હાજર થયેલા ખાને કહ્યું કે જ્યારે તેમને ખબર પડી કે ત્રિશા કૃષ્ણન તેમની ટિપ્પણીથી નાખુશ છે, ત્યારે તેમણે પોલીસ અધિકારી સામે ખેદ વ્યક્ત કર્યો.
To err is human,to forgive is divine🙏🏻
— Trish (@trishtrashers) November 24, 2023
ત્રિશાએ પ્રતિક્રિયા આપી
અભિનેતાની માફી પછી, ત્રિશાએ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિક્રિયા આપી અને લખ્યું, ‘માત્ર મનુષ્યો જ ભૂલ કરે છે, ક્ષમા એક ઈશ્વરીય કાર્ય છે’. મહત્વનું છે કે 19 ઓક્ટોબર, 2023 ના રોજ, અભિનેતાઓના સંગઠન, ‘ધ સાઉથ ઈન્ડિયન આર્ટિસ્ટ્સ એસોસિએશન’ (SIAA)એ ત્રિશા કૃષ્ણન વિરુદ્ધ કરેલી ટિપ્પણી માટે અભિનેતા મન્સૂર અલી ખાનની સખત નિંદા કરી હતી અને તેમની પાસેથી જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી. આ સિવાય રાષ્ટ્રીય મહિલા આયોગની ફરિયાદ બાદ ‘હજાર લાઈટ ઓલ વુમન’ પોલીસે ખાન વિરુદ્ધ FIR નોંધી હતી. જોકે, ખાને થોડા દિવસ પહેલા કહ્યું હતું કે તે માફી નહીં માંગે. તેમણે કહ્યું હતું કે તેમની ટિપ્પણીનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.
A recent video has come to my notice where Mr.Mansoor Ali Khan has spoken about me in a vile and disgusting manner.I strongly condemn this and find it sexist,disrespectful,misogynistic,repulsive and in bad taste.He can keep wishing but I am grateful never to have shared screen…
— Trish (@trishtrashers) November 18, 2023
મન્સૂર અલી ખાને શું કહ્યું?
મન્સૂર અલી ખાને એક ઇન્ટરવ્યુ દરમિયાન ત્રિશા વિશે કહ્યું, ‘જ્યારે મને ખબર પડી કે હું ત્રિશા સાથે કામ કરી રહ્યો છું, ત્યારે મને લાગ્યું કે તેમાં બેડરૂમ સીન હશે. મેં વિચાર્યું કે હું ત્રિશાને ઉપાડીને બેડરૂમમાં લઈ જઈશ. મેં મારી અન્ય ફિલ્મોમાં સીન દરમિયાન ઘણી અભિનેત્રીઓ સાથે આવું કર્યું છે. મેં બળાત્કારના ઘણા દ્રશ્યો ફિલ્માવ્યા છે, આ મારા માટે નવું નહોતું. જોકે, આ લોકોએ મને કાશ્મીરમાં શૂટિંગ દરમિયાન ત્રિશાને જોવા પણ ન દીધી.












