અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદઃ જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહેલા યુવાનને કાળ ભરખી ગયો, જાણો વિગત

અમદાવાદ, તા. 19 સપ્ટેમ્બર, 2025: જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહેલા યુવાનને કાળ ભરખી ગયો હતો. યુવકના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અમદાવાદના બાવળા-બગોદરા હાઇવે પર કલ્યાણગઢ ગામ નજીક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. અજાણ્યા વાહનની ટક્કરે બાઇકસવાર 24 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અજાણ્યા વાહનચાલકે યુવકને જોરદાર ટક્કર મારી હતી અને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાએ ફરી એકવાર હાઇવે પર હિટ એન્ડ રનના વધતા બનાવો અને માર્ગ સલામતીના મુદ્દે ગંભીર ચિંતા ઊભી કરી હતી. બગોદરા પોલીસે જણાવ્યું કે, આવા અકસ્માતોને રોકવા માટે હાઇવે પર વધુ કડક પેટ્રોલિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું જરૂરી છે.

યુવકનાપરિવારમાં એક જ દિવસે જન્મદિવસ અને મૃત્યુની ઘટના બનતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં નવરાત્રિના ગરબા પર પોલીસનું જાહેરનામું: રાત્રે 12 વાગ્યા બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ

Back to top button