ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગયુટિલીટી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: રેશન કાર્ડ હવે ‘ઓળખનો પુરાવો’ ગણાશે નહીં

અમદાવાદ, તા. 15 ઓક્ટોબર, 2025: રાજ્યના લાખો રેશનકાર્ડ ધારકો માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો હતો. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે કરી શકાશે નહીં.

વિભાગે જાહેર કરેલા પરિપત્ર મુજબ, રેશનકાર્ડની માન્યતા હવે માત્ર બે કાર્યો પૂરતી જ સીમિત રહેશે: 1. રેશન મેળવવા માટે 2. રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા માટે.

ક્યાં નહીં થાય ઉપયોગ?
સરકારના આ નિર્ણયને કારણે હવે નાગરિકો નીચે મુજબની વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે રેશનકાર્ડ રજૂ કરી શકશે નહીં:
બેંક ખાતું ખોલાવવા માટે
નવું મોબાઇલ સિમ કાર્ડ મેળવવા માટે.
સરકારી યોજનાઓનો લાભ લેવા માટે.
અન્ય કોઈ સત્તાવાર દસ્તાવેજીકરણ પ્રક્રિયા માટે.

રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં, ગુજરાત સરકારનો મોટો નિર્ણય 2 - image

હવે કયા પુરાવા જરૂરી?
ઓળખ અને રહેઠાણના પુરાવા માટે નાગરિકોએ હવે આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ (Voter ID) અથવા અન્ય માન્ય સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે.

નિર્ણયનો હેતુ
સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ રેશનકાર્ડનો દુરુપયોગ અટકાવવાનો અને તેના મૂળભૂત હેતુ—એટલે કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સબસિડીવાળું અનાજનું વિતરણ—યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

Back to top button