અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પાક.બોર્ડરથી પંજાબમાં હેરોઇન-હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ સપ્લાય કરતો વોન્ટેડ આતંકી અમદાવાદથી ઝડપાયો

Gujarat ATS : ગુજરાત ATSએ પાકિસ્તાન બોર્ડરથી હેરોઇન અને હેન્ડ ગ્રેનેડ તથા પિસ્તોલ પંજાબમાં સપ્લાય કરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી અમૃતસરના કેસમાં એક મહિનાથી ફરાર થઈ ગયો હતો. તે બિહાર થઈને અમદાવાદ આવી ગયો હતો. આરોપી અમદાવાદના રખિયાલમાં રોકાયો હતો અને એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરવાનો હતો. આંતરરાષ્ટ્રીય સરહદેથી આવતા નશીલા પદાર્થો અને વિસ્ફોટકોના નેટવર્ક સાથે જોડાયેલો આ આરોપી, પોલીસની ધરપકડથી બચવા માટે દેશના અલગ-અલગ રાજ્યો અને નેપાળમાં આશરો લીધા બાદ અંતે ગુજરાતમાં છુપાયો હતો.

આ અંગે ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાસી પોલીસ સ્ટેશનના હેરોઇન, ગ્રેનેડ અને પિસ્તોલ સ્મગલિંગ કેસનો વોન્ટેડ આરોપી રહેમત અલી શેખ પંજાબથી ભાગીને બિહાર થઈને અમદાવાદમાં આવ્યો છે.જેના આધારે તપાસ કરીને એટીએસએ રખિયાલ ખાતેથી રહેમત અલી શેખની એમ્બ્રોડરીના કારખાનામાંથી ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે રહેમત અલી મોટા નાર્કોટિક્સ અને ગ્રેનેડ પિસ્તોલ નેટવર્કનો એક ભાગ છે. આરોપીએ જાન્યુઆરીમાં હેરોઇન તેમજ હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલના કન્સાઇનમેન્ટ પાકિસ્તાનની પંજાબ બોર્ડરથી લઈને પંજાબના અન્ય વ્યક્તિઓને આપ્યા હતા. જે અંગે અમૃતસર જિલ્લાના રાજા સાસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી.જેમની પાસેથી 42 કિલો હેરોઇન,ચાર હેન્ડ ગ્રેનેડ,એક સ્ટાર માર્ક પિસ્તોલ અને 46 કારતૂસ મળી આવ્યા હતા.

બે આરોપી પકડાતા રહેમત અલી પંજાબથી નાસી ગયો હતો. આરોપી પંજાબથી ભાગીને નેપાળમાં જતો રહ્યો હતો. ત્યારબાદ બિહાર થઈ ગુજરાતના અમદાવાદમાં આવ્યો હતો. રખિયાલના એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરવા માટે આવ્યો હોવાથી આરોપી રખિયાલના કારખાનામાં જ રોકાયો હતો. ATS દ્વારા આરોપીની કોણે મદદ કરી છે તે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોપીને પંજાબ પોલીસને સોંપવા માટેની પણ તજવીજ હાથ ધરી છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી રખિયાલ વિસ્તારમાં રોકાયો હતો.રખિયાલના એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરવા માટે આવ્યો હોવાથી આરોપી રખિયાલના કારખાનામાં જ રોકાયો હતો. એટીએસ દ્વારા આરોપીની કોણે મદદ કરી છે તે તપાસ કરવામાં આવી રહી છે.આ ઉપરાંત આરોપીને પંજાબ પોલીસને સોંપવા માટેની પણ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: દેશની રાજધાનીમાં “સ્પેશિયલ 26” જેવી ઘટના: નોકરાણીની નકલી ED ટીમ દરોડા માટે પહોંચી, આ રીતે થયો પર્દાફાશ

Back to top button