ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ખુશખબર: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે કેટલાય રુપિયામાં મળશે બાટલો

LPG Price 1 May 2025: ઈંડિયન ઓયલે એલપીજી ગેસના ભાવ અપડેટ કરી દીધા છે. આજે 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો છે. કોમર્શિયલ સિલિન્ડરના રેટમાં 17 રુપિયા સુધીનો કાપ મુકાયો છે. આજે 1મેના રોજ કોલકાતામાં આ કોમર્શિયલ સિલિન્ડર 1868.50 રુપિયાની જગ્યાએ હવે 1851.50 રુપિયામાં મળશે. મુંબઈમાં આ સિલિન્ડરની કિંમત 1713.50 રુપિયાની જગ્યાએ હવે 1699 રુપિયા અને ચેન્નઈમાં 1921.50 રુપિયાની જગ્યાએ 1906.50 રુપિયા થઈ ગયા છે. દિલ્હીમાં હવે તે 1747.50 રુપિયામાં મલશે. આજે 1 મે 2025ના રોજ દિલ્હીમાં ઘરેલૂ એલપીજી સિલિન્ડર 853 રુપિયા, કોલકાતામાં 879 રુપિયા, મુંબઈમાં 852.50 રુપિયા અને ચેન્નઈમાં 868.50 રુપિયામાં મળશે.

ઘરેલુ LPG ગેસના ભાવ 8 એપ્રિલના રોજ અપડેટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારે 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં ₹50નો વધારો કર્યો હતો. આ વધારો લગભગ એક વર્ષ પછી થયો હતો. ૧ એપ્રિલના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો હતો. દિલ્હીમાં, ૧૯ કિલોગ્રામના એલપીજી સિલિન્ડર ૪૧ રૂપિયા સસ્તો થયો છે અને હવે તેની કિંમત ૧૭૬૨ રૂપિયા છે અને આજે ૧ મેના રોજ દર ઘટાડવામાં આવ્યો છે.

LPG સિલિન્ડર ₹300 સસ્તો થયો

દેશમાં કુલ ૩૨.૯ કરોડ એલપીજી કનેક્શન છે. આમાંથી ૧૦.૩૩ કરોડ ઉજ્જવલા યોજના હેઠળ છે, જ્યાં ગરીબોને ૩૦૦ રૂપિયા ઓછા ભાવે સિલિન્ડર મળે છે. દક્ષિણ રાજ્યો (જેમ કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ) માં, પહેલાથી જ ચાલી રહેલી રાજ્ય યોજનાઓને કારણે, ઉજ્જવલા યોજના હેઠળ ફક્ત 10% લાભાર્થીઓ જ છે.

સબસિડીની સ્થિતિ: 2025-26ના બજેટમાં, સરકારે LPG સબસિડી માટે ₹11,100 કરોડ ફાળવ્યા છે. ગયા વર્ષે (૨૦૨૨-૨૩), તેલ કંપનીઓને ₹૨૨,૦૦૦ કરોડ આપવામાં આવ્યા હતા કારણ કે તેઓ ખોટમાં સિલિન્ડર વેચી રહ્યા હતા.

આ પણ વાંચો: સાઉદીની એરામ્કો ગુજરાત અને આંધ્રની નવી રિફાઇનરીમાં 20 ટકા હિસ્સો લેશે

Back to top button