ટ્રેન્ડિંગમનોરંજન

Kiss કરી લઉં…` જેનિફર મિશ્રાએ તારક મહેતાના અસિત મોદી વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા

HD ન્યૂઝ, 30 જુલાઈ, 2025: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો જેટલો ફેમસ થયો તેટલો કુખ્યાત પણ થયો છે. આ શો કોઈને કોઈ કારણસર વિવાદમાં રહે જ છે, ઘણા મહિલા કલાકારો શોના ડિરેક્ટર અસિત મોદી પર ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે જેમાં હવે વધુ એકનો ઉમેરો થયો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં શ્રીમતી રોશન સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રીએ શોના ડિરેક્ટર અસિત મોદી પર અતિ ગંભીર આરોપ કરતાં મનોરંજન જગતમાં હેરાનીભરી લહેર ઉઠી છે. જેનિફર મિસ્ત્રીએ એવો સનસનીખેજ આરોપ લગાવ્યો કે ઘટના સિંગાપોરની છે, ગયા વર્ષે શોનું શૂટિંગ સિંગાપોરમાં થયું હતું. તે સમયે અસિત મોદી તેને વારંવાર કહેતો હતો તારી સહેલી બહાર છે, તું મારા રૂમમાં આવ, આપણે વ્હિસ્કી પીશું. જેનિફરે આગળ કહ્યું કે, અસિતે મને કહ્યું હતું કે તારા હોઠ ખૂબ સેક્સી લાગે છે, પકડીને કિસ કરી લઉ એવું થાય છે.

જો કે, પ્રોડક્શન હાઉસ અને પ્રોડ્યુસર અસિત મોદી સાથે વિવાદના કારણે જેનિફરે 2023માં આ શૉ છોડી દીધો હતો. આ દરમિયાન તેણે અસિત મોદી સામે અવાજ ઉઠાવ્યો હતો. તેણે અસિત મોદી પર જાતીય હેરાનગતિનો પણ આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે અસિત મોદીએ તેની બાકી ફી નથી ચૂકવી. હવે એક ઈન્ટરવ્યૂમાં જેનિફરે પ્રોડક્શન હાઉસની પોલ ખોલી દીધી છે.

જેનિફર મિસ્ત્રીએ જણાવ્યું કે, ‘નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પહેલા મેં ઘણા પ્રોડક્શન હાઉસ સાથે કામ કર્યું હતું, દરેક જગ્યાએ ફેર કામ થાય છે. પરંતુ તારક મહેતા શોના પ્રોડક્શન હાઉસમાં કંઈ કહેવામાં નહોતું આવતું. અમે મહિલાઓ દરરોજ વાસી ભોજન લાવતા હતા. કારણ કે અમારો કોલ ટાઇમ 6:30 હતો. સેટ પર ખાવાનું નહોતુ બનતું. અમે વાસી ખોરાક લાવતા હતા. પુરુષોનો કોલ મોડો હતો. પુરુષોને મોડા બોલાવવામાં આવતા અને વહેલા છોડી દેતા હતા, પરંતુ મહિલાઓને વહેલી બોલાવીને પણ લેટ મોકલતા હતા. તેમનું માનવું હતું કે અમને મેકઅપમાં સમય લાગે છે. તો પછી અમને વહેલા બોલાવીને વહેલા કેમ નથી જવા દેતા. પુરુષો અને મહિલાઓ વચ્ચે થોડું તો બેલેન્સ કરો. પુરુષો ફ્રેશ ખોરાક ખાતા હતા. અમને તો વાસી ખોરાક ખાવાની ટેવ પડી ગઈ હતી.’

અભિનેત્રીએ આગળ કહ્યું કે, અમે સેટ પર કોન્ટ્રિબ્યુટ કરીને માઈક્રોવેવ લીધું હતું. ટીમ તરફથી ઓવન કે ફ્રિઝ કંઈ જ નહોતું. ખબર નહીં આ કેવું પ્રોડક્શન હાઉસ હતું. જેવું તેઓ દેખાડે છે તેવું કંઈ જ નથી. કલાકારોને એકબીજા માટે પ્રેમ છે. પરંતુ તેઓ એકબીજા માટે ઉભા નથી રહેતા.

Back to top button