ગુજરાતટોપ ન્યૂઝ

લખતર-વિરમગામ હાઈવે પર ભયંકર અકસ્માત: બાઈકને કચડીને પીકઅપ ફરાર, 6 વર્ષની બાળકી સહિત 3નાં મોત

Viramgam accident: વિરમગામ તાલુકાના કમીજલા નજીક લખતર–વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન દ્વારા બાઈકને જોરદાર ટક્કર મારવામાં આવતા એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમાં નાની બાળકીનો પણ સમાવેશ થાય છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કલ્યાણપુરા ગામના મેણીયા પરિવારના સભ્યો બાઈક પર નભોઈ તરફ જઈ રહ્યા હતા. પરિવારના સભ્યો કામકાજ અથવા વ્યક્તિગત કારણસર મુસાફરી પર હતા ત્યારે કમીજલા અને વનથળ ગામ વચ્ચે હાઈવે પર આ દુર્ઘટના બની હતી. અચાનક પાછળથી ઝડપભેર આવી રહેલી એક બોલેરો પીકઅપ ગાડીએ બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવારો રસ્તા પર ફેંકાઈ ગયા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ વાહનચાલક ગાડી લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ દુર્ઘટનામાં 40 વર્ષીય સન્તોકબેન અશોકભાઈ મેણીયા, 22 વર્ષીય અલ્પેશભાઈ અશોકભાઈ મેણીયા અને માત્ર 6 વર્ષની માનવી વસન્તભાઈ મેણીયાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે મૃતકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને મહિલાનો પગ કપાઈને અલગ થઈ ગયો હતો. ઘટનાસ્થળે રહેલા લોકોના જણાવ્યા મુજબ, ટક્કર બાદનું દ્રશ્ય અત્યંત કરુણ હતું. આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ અને મૃતકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અકસ્માતની જાણ થતાં જ કલ્યાણપુરા ગામ સહિત આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતને કારણે ગામમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.

બીજી તરફ, વિરમગામ પોલીસે અજાણ્યા પીકઅપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને ફરાર વાહનની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ એકત્ર કરી તપાસ શરૂ કરી છે. વાહનચાલકની ઓળખ અને તેના સુધી પહોંચવા માટે વિવિધ દિશાઓમાં તપાસ ચાલી રહી છે. હાઈવે પર સતત વધતા અકસ્માતોને લઈને ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતા પર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોએ પણ આ વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ અને સ્પીડ પર કડક નજર રાખવાની માંગ કરી છે.

આ પણ વાંચો: જોખમભર્યા વિસ્તારમાં ભારતીયોને કેમ લઈ જઈ રહ્યું છે ઇઝરાયલ? 250 લોકો પહોંચ્યા

 

 

Back to top button