ગુજરાત

કુમારી સોનિયાબેન ગોકાણીએ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લીધા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે કુમારી સોનિયાબેન ગિરિધર ગોકાણીને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા.

આ પણ વાંચો : ઝાયડસ હોસ્પિટલ દ્વારા ભારતમાં સૌ પ્રથમ સ્થાનિક AI આધારીત સ્ટ્રોક કેર નેટવર્કની સ્થાપના કરાઈ
ન્યાયાલય - Humdekhengenewsરાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના કાયદા-ન્યાય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ન્યાયાલય - Humdekhengenewsરાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મંચસ્થ મહાનુભાવોએ ઉચ્ચ ન્યાયાધિપતિ કુમારી સોનિયાબેન ગોકાણીને અભિનંદન પાઠવ્યા હતા. શપથવિધિનું સંચાલન રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુએ કર્યું હતું.

આ પણ વાંચો : મોરબી દુર્ઘટનામાં કોને બચાવવામાં માટે થઈ રહ્યા છે પ્રયત્ન ? આરોપ પ્રત્યારોપના ખેલ !
ન્યાયાલય - Humdekhengenewsશપથવિધિ સમારોહમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, વરિષ્ઠ અધિકારીઓ, મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button