આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો શેરબજાર શું અસર પડશે?

નવી દિલ્હી, 7 એપ્રિલ, 2025: એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકી હૂમલામાં 28 નિર્દોષોએ પ્રાણ ગુમાવ્યા હતા અને આ હૂમલાના આરોપ સીધી રીતે જ પાકિસ્તાન સ્થિત આતંકીઓ પર લગાવવામાં આવ્યા છે. જેમ જેમ આ ખબર ફેલાતી ગઇ તેમ સમગ્ર દેશમાં આક્રોશ વ્યાપી ગયો છે અને સોશિયલ મીડિયા પર યુદ્ધની માંગ તેજ થઇ ગઇ છે. આ વચ્ચે રસપ્રદ બાબત એ રહી છે કે જ્યાં દરેક બાજુ ડર અને બેચેનીનો માહોલ છે ત્યારે ભારતીય શેર બજારની ચાલ બીજુ જ કહી રહી છે.

પાકિસ્તાનનું શેરબજાર થયુ કકડભૂસ

પાકિસ્તાનનુ કરાંચી સ્ટોક એક્સચેંજ (KSE-100)આ સમાચારથી પૂરી રીતે હચમચી ગયુ છે. ભક્ત બે સપ્તાહોમાં 7,500 પોઇન્ટ કે 6 ટકા ઘટી ગયુ છે. મોટી મોટી કંપનીઓ જેમ કે લક, એન્ગ્રોહ અને યુબીએલના શેરમાં ઘટાડો આગળ ધપી રહ્યો છે.

જ્યારે બીજી બાજુ ભારતના શેરબજારને ઉલ્ટુ વલણ દર્શાવ્યુ છે. બીએસઇ સેન્સેક્સમાં હાલામં 1.5 ટકાનો વધારો નોંધાયો છે, પરંતુ આવુ પહેલી વાર નથી થયુ કે ભારત-પાક વચ્ચેની તંગદિલી હોવા છતાં બજાર મજબૂત રહ્યુ છે.

ભારતીય બજારો હંમેશા મજબૂત રહ્યા છે

છેલ્લા બે દાયકામાં, જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ કે આતંકવાદી હુમલા થયા છે, ત્યારે ભારતીય શેરબજારમાં શરૂઆતમાં થોડો ઘટાડો જરૂર જોવા મળ્યો છે, પરંતુ ટૂંક સમયમાં સ્થિરતા પાછી આવી ગઈ છે. ઉદાહરણ તરીકે, 2019 માં પુલવામા હુમલા પછી, 14 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.8 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.

તેવી જ રીતે, 2016 માં ઉરી હુમલા અને ત્યારબાદ સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન, 18 થી 26 સપ્ટેમ્બર દરમિયાન બજારમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો હતો. 2001માં સંસદ પર હુમલા સમયે, બજારમાં અચાનક ઘટાડો જોવા મળ્યો હતો, સેન્સેક્સ 0.7 ટકા અને નિફ્ટી 0.8 ટકા ઘટ્યો હતો, પરંતુ પરિસ્થિતિ નિયંત્રણમાં આવતાની સાથે જ બજાર સ્વસ્થ થઈ ગયું હતુ.

વધુમાં, 2008માં, જ્યારે મુંબઈમાં 26/11 નો આતંકવાદી હુમલો થયો હતો, ત્યારે પણ બજારે ગભરાવાને બદલે મજબૂતી દર્શાવી હતી, જેમાં સેન્સેક્સ 400 પોઈન્ટ અને નિફ્ટી 100 પોઈન્ટ વધ્યો હતો. તે જ સમયે, 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન પણ, શેરબજારે સ્થિતિસ્થાપકતા દર્શાવી હતી અને ત્રણ મહિનાના યુદ્ધ સમયગાળા દરમિયાન માત્ર 0.8 ટકાનો નજીવો ઘટાડો નોંધાયો હતો. આ ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય શેરબજાર ધીમે ધીમે રાજકીય અને લશ્કરી કટોકટી તરફ વધુ પરિપક્વ અને સ્થિર બની રહ્યું છે.2001માં સંસદ પર થયેલા હુમલા અને ત્યારબાદ થયેલા લશ્કરી તણાવને કારણે પણ આર્થિક નુકસાન થયું હતું, પરંતુ શેરબજાર પર તેની અસર મર્યાદિત હતી. આનું મુખ્ય કારણ ભારતનું મજબૂત અર્થતંત્ર છે, જે સ્થાનિક માંગ, રોકાણ અને સ્થિરતા પર આધારિત છે.

પાકિસ્તાન સાથે વેપાર નહિવત છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે આર્થિક સંબંધો લગભગ શૂન્ય છે. 2024માં, ભારતની કુલ નિકાસમાં પાકિસ્તાનનો હિસ્સો માત્ર 0.5 ટકા હતો. તેથી જ જ્યારે પાકિસ્તાન સાથેની સરહદ પર તણાવ હોય છે, ત્યારે તેની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડતી નથી.

પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ નબળી છે

આ બધામાં પાકિસ્તાનની સ્થિતિ ઘણી નાજુક છે. આર્થિક કટોકટી, IMF દેવા, ઉર્જાની અછત અને રાજકીય અસ્થિરતાથી પીડાતા, તેનું બજાર નાના આંચકાથી પણ તૂટી પડે છે. કરાંચી સ્ટોક એક્સચેન્જનો મોટો ઘટાડો આનો સીધો પુરાવો છે. રોકાણકારો પૈસા પરત ખેંચી લે છે, ધંધો ઠપ્પ થઈ જાય છે અને ફુગાવો વધે છે.

આ પણ વાંચોઃ ભારત-બ્રિટન એફટીએઃ વ્હીસ્કીથી લઇને કાર થશે સસ્તી, જાણો એફટીએથી ભારતને શું ફાયદો?

Back to top button