ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટ્સ

દુબઈમાં કેરાલિયનોનું શરમજનક કૃત્ય, ભારત વિરોધી આફ્રિદીનું સન્માન કર્યું

દુબઈ, 31 મે, 2025: Pak Cricketer Shahid Afridi Controversy, પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે અને બંને દેશોના સંબંધમાં પણ દૂરી આવી ગઈ છે. આ દરમિયાન દુબઈથી એક એવી તસવીર સામે આવી છે, જે ચોંકાવનારી છે. દુબઈમાં એક ઇવેન્ટમાં ભારતીય સમાજના લોકોએ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે, આ શાનદાર સ્વાગત એવા ક્રિકેટરનું કરવામાં આવ્યું છે જે અવાર-નવાર ભારત સામે ઝેર ઓકતો રહે છે.

પાકિસ્તાની ક્રિકેટરનું કરાયું સન્માન

પાકિસ્તાન એસોસિએશન દુબઈ (PAD)માં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનું ભારતીય કેરળ સમુદાય દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને ત્યારબાદ વિવાદ પણ શરૂ થયો છે. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે, એકબાજુ આ ક્રિકેટર ભારતીય સેના પર સવાલ ઉઠાવી રહ્યો છે, બીજીબાજુ ભારતીય સમુદાય તેનું જ સ્વાગત કરી રહ્યા છે.

આફ્રિદીને જોતા જ કેરળ સમુદાયના લોકોએ લગાવ્યા નારા

આફ્રિદીના પહોંચતા જ ભારતના કેરળ સમુદાયના સભ્યોએ પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમને રોકી દીધો અને ‘બૂમ બૂમ’ના નારા લગાવવા લાગ્યા, જે ક્રિકેટરની રમતની સ્ટાઇલ સાથે જોડાયેલું નિકનેમ છે. આ ઇવેન્ટમાં આફ્રિદીને જોતા જ લોકો ઉત્સાહિત થઈ જાય છે અને તેમના માટે નારા લગાવવા લાગ્યા. આ ઇવેન્ટ દરમિયાન આફ્રિદીએ કહ્યું, ‘મને કેરળના લોકો ખૂબ પસંદ છે. અમે લોકો ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમીએ છે, પરંતુ ગ્રાઉન્ડની બહાર અમે એક માણસ જ છીએ.’

ભારતીય સેના પર કર્યા હતા સવાલ

જે ક્રિકેટર માટે ભારતીય સમુદાના ફેન્સ હર્ષઘેલા થઈ રહ્યા હતાં, તે ક્રિકેટરે ઓપરેશન સિંદૂર વખતે ભારતીય સેના પર ગંભીર સવાલ કર્યા હતાં. તેણે કહ્યું હતું કે, ‘ભારતીય સેના અમને ડરાવવાનો પ્રાયસ કરે છે. પરંતુ, અમારી સેના એટલી ટ્રેન્ડ છે કે, તે અમારો મુકાબલો જ નહીં કરી શકે.’

નોંધનીય છે કે, આફ્રિદીએ પહલગામ હુમલા બાદ સતત ભારત સામે ઝેર ઓક્યું હતું. ક્રિકેટરે તેમની મીડિયા ચેનલ મારફતે આરોપ લગાવ્યો હતો કે, ભારત ખુદ આતંકવાદને અંજામ આપે છે, પોતાના લોકોની હત્યા માટે જવાબદાર છે અને દોષનો ટોપલો પાકિસ્તાન પર નાંખે છે. આ સિવાય તેણે પહલગામમાં થયેલા આતંકી હુમલાના પુરાવા પણ માંગ્યા, એટલું જ નહીં તેણે ભારતીય સેના માટે નાલાયક શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચોઃ RTE હેઠળ એડમિશન પ્રક્રિયામાં બે રાઉન્ડ બાદ પણ 9000થી વધુ બેઠકો ખાલી, જાણો કારણ

આ પણ વાંચોઃ હોન્ડાએ ફોર્ચ્યુનરની કિંમતમાં લોન્ચ કરી શાનદાર બાઇક: જાણો શું છે ખાસ?

 

Back to top button