મનોરંજન

બોક્સ ઓફિસ પર ઝોમ્બી થ્રિલરનો જંગ: રણવીર સિંહ અને કાર્તિક આર્યન વચ્ચે ટક્કર

Bollywood Box Office Clash: ‘ધુરંધર 2’ ની જબરદસ્ત સફળતા બાદ રણવીર સિંહ હવે તેના કરિયરના સૌથી મોટા પ્રોજેક્ટ ગણાતી એક ઝોમ્બી થ્રિલર ફિલ્મની તૈયારીમાં છે. જય મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, આ શૈલીમાં રણવીરને હવે કાર્તિક આર્યન તરફથી મોટી સ્પર્ધા મળવાની શક્યતા છે. કાર્તિક આર્યન પણ સાઉથ ઇન્ડિયન નિર્દેશક વિષ્ણુવર્ધન સાથે એક ઝોમ્બી થ્રિલર ફિલ્મ પર કામ કરી રહ્યો છે, જે રણવીરની ફિલ્મ માટે બોક્સ ઓફિસ પર મોટો પડકાર બની શકે છે.

શૂટિંગ અને રિલીઝ પ્લાનિંગ

અહેવાલો અનુસાર, કાર્તિક આર્યન તેની ફિલ્મનું શૂટિંગ આવતા મહિને શરૂ કરવાનું આયોજન કરી રહ્યો છે અને 2027 ની શરૂઆતમાં તેને રિલીઝ કરવાનું લક્ષ્ય છે. બીજી તરફ, રણવીર સિંહ ઓગસ્ટના અંતમાં અથવા સેપ્ટેમ્બરની શરૂઆતમાં તેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. રણવીરની આ ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શન કામ આવતા વર્ષે પૂર્ણ થશે, ત્યારબાદ જ નિર્માતાઓ તેને સિનેમાઘરોમાં લાવશે. બંને ફિલ્મોના શૂટિંગ અને રિલીઝના સમયમાં નજીકનો તફાવત હોવાથી સ્પર્ધા વધુ તીવ્ર બનશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

₹300 કરોડના બજેટમાં તૈયાર થઈ રહી છે ‘પ્રલય’

સૂત્રોના જણાવ્યા મુજબ, રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’ આશરે ₹300 કરોડના બજેટમાં તૈયાર થઈ રહી છે, જ્યારે કાર્તિકની ફિલ્મનું બજેટ તેની સરખામણીએ મર્યાદિત છે. ‘પ્રલય’ ની વાર્તા પોર્ટુગીઝ નોબેલ પુરસ્કાર વિજેતા લેખક જોસ સારામાંગોની નવલકથા “બ્લાઇન્ડનેસ” થી પ્રેરિત છે, જેમાં રણવીર એક યોદ્ધા તરીકે ઝોમ્બિઓ સામે લડતો જોવા મળશે. બોલિવૂડ લાંબા સમય બાદ “ગો ગોવા ગોન” પછી ફરી એકવાર આ શૈલીની ફિલ્મો સાથે પ્રયોગ કરી રહ્યું છે. જોકે, કાર્તિકની ફિલ્મની રિલીઝ રણવીરની ફિલ્મના બિઝનેસ પર કેટલી અસર કરશે, તે જોવું રસપ્રદ રહેશે. આ સ્પર્ધા અંતે પ્રેક્ષકો માટે એક મનોરંજક અનુભવ બની રહેશે તે નક્કી છે.

આ પણ વાંચો: થલાપતિ વિજયના ફેન્સ માટે ખુશખબર: ‘જન નાયગન’ની રિલીઝ ડેટ જાહેર, આ દિવસે મચાવશે ધૂમ

Back to top button