‘દરેક ગોળીબાર બાદ કૅફેની વધુ મોટી ઓપનિંગ થઈ…’ કેનેડામાં ફાયરિંગ મામલે કપિલ શર્માનું નિવેદન
નવી દિલ્હીઃ 26 નવેમ્બર, 2025: Kapil Sharma: એક્ટર-કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત કૅફે પર ઘણીવાર ગોળીઓથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કપિલને ઘણી ધમકીઓ પણ મળી છે. પરંતુ કપિલ શર્માએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ આ ધમકીઓથી ડરવાનો નથી. તેણે એ પણ જણાવ્યું કે, આ હુમલા બાદ હંમેશા તેનું કૅફે વધુ મોટી ઓપનિંગ કરે છે.
હુમલા બાદ પણ સફળતા
બુધવારે કપિલની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું 2’નું ટ્રેલર લોન્ચ થયું હતું. આ દરમિયાન જ્યારે કપિલને તેના કૅફે પર થયેલા હુમલાઓ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે, “મને જે અનુભવાય છે તે એ છે કે નિયમો અને પોલીસ પાસે કદાચ પાવર ઓછો હશે. પરંતુ જ્યારે અમારો કેસ થયો, તો તે મામલો ફેડરલ ગવર્નમેન્ટ પાસે ગયો અને કેનેડાની સંસદમાં પણ આ અંગે ચર્ચા થઈ હતી.”
કપિલે વધુમાં કહ્યું, “દરેક ફાયરિંગની ઘટના પછી અમારા કૅફેની વધુ મોટી ઓપનિંગ થઈ રહી છે. ભગવાન મારી સાથે છે તો પછી કોઈ મુશ્કેલી નથી.”
કૅપ્સ કૅફે પર હુમલા
કપિલના કૅફેનું નામ ‘કૅપ્સ કૅફે’ (Kap’s Kafe) છે, જે બ્રિટિશ કોલમ્બિયામાં જુલાઈ મહિનામાં શરૂ થયું હતું. કૅફેના લોન્ચિંગના થોડા દિવસો પછી જ ત્યાં હુમલો થયો હતો. ત્યારબાદ 7 ઓગસ્ટ અને 16 ઓક્ટોબરે પણ હુમલા થયા.સદભાગ્યે, આ હુમલાઓ દરમિયાન કોઈ વ્યક્તિને નુકસાન થયું નહોતું.
કપિલે જણાવ્યું કે દરેક હુમલા પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ તેમનો સંપર્ક કર્યો હતો.
ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું 2’
કપિલની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું 2’ એ 2011માં રિલીઝ થયેલી ફિલ્મનો સીક્વલ છે. આ ફિલ્મને અનુલ્પ ગોસ્વામીએ ડિરેક્ટ કરી છે અને 12 ડિસેમ્બરે રિલીઝ થશે.
આ પણ વાંચોઃ કર્ણાટકમાં કોણ બનશે CM ? ખડગે સોનિયા-રાહુલ સાથે ચર્ચા કરશે; ડીકે શિવકુમાર બોલ્યા—“કોઈ મૂંઝવણ નથી”
આ પણ વાંચોઃ અમદાવાદ: સસ્તી દવાના નામે વિદેશીઓને છેતરતા કોલ સેન્ટરનો પર્દાફાશ












