PM મોદીને ઝાલમુડી ખવડાવનાર ફેરિયાને મળી ખાસ સુરક્ષા, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી મળી હતી જાનથી મારી નાખવાની ધમકી

PM Modi Jhalmuri Seller: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન દેશી અંદાજમાં ત્યાંની પ્રખ્યાત ‘ઝાલમુડી’ (Jhalmuri) ખવડાવનાર સ્થાનિક ફેરિયાને સરકારે ખાસ સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. પીએમ મોદીને ઝાલમુડી ખવડાવ્યા બાદ આ ફેરિયો રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયો હતો, પરંતુ ત્યારપછી તેને સરહદ પારથી ગંભીર ધમકીઓ મળવા લાગી હતી.
મળતી માહિતી મુજબ, આ ગરીબ ફેરિયાને પાકિસ્તાન (Pakistan) અને બાંગ્લાદેશ (Bangladesh) ના કેટલાક શંકાસ્પદ નંબરો પરથી જાનથી મારી નાખવાની અને અંજામ ભોગવવાની ધમકીઓ આપવામાં આવી હતી. મામલાની ગંભીરતાને જોતાં ગુપ્તચર એજન્સીઓ અને સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને ફેરિયા તેમજ તેના પરિવારના રક્ષણ માટે સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરી દીધા છે.
ગુપ્તચર એજન્સીઓ એલર્ટ, ધમકીભર્યા કોલ્સની તપાસ શરૂ
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન જેવા દેશના સર્વોચ્ચ નેતા સાથે સામાન્ય નાગરિકની આવી આત્મીયતા કટ્ટરપંથી તત્વોને હજમ થઈ નથી. ફેરિયાના ફોન પર આવેલા ઇન્ટરનેશનલ કોલ્સ અને મેસેજની આઈપી એડ્રેસ (IP Address) ના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ આ મામલે સંયુક્ત રીતે ઓપરેશન ચલાવી રહી છે જેથી ધમકી આપનારા આકાઓ સુધી પહોંચી શકાય. હાલમાં ફેરિયાની આસપાસ સાદા કપડામાં પણ પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સરકારે આપી ચેતવણી! ભૂલથી પણ DigiLocker જેવી વેબસાઇટ પર ક્લિક ન કરતા, નહીંતર…
આ પણ વાંચોઃ આ ઓલરાઉન્ડરે ભારતીય ક્રિકેટથી લીધો સંન્યાસ… ભાવુક પોસ્ટમાં છલકાયું દર્દ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












