ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

પાકિસ્તાની ટીમનો પોપટ થઈ ગયો: મેચમાં રાષ્ટ્રગાનની જગ્યાએ આઈટમ સોંગ વાગ્યું

IND vs PAK In Asia Cup 2025:  ગત રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાઈ ગઈ. આ મેચમાં એક પછી એક એવી ઘટનાઓ બની રહી છે જે પાકિસ્તાનને શરમજનક બનાવે છે. પહેલી વાર ટોસ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ પણ મિલાવ્યો ન હતો. બીજી વાર જ્યારે રાષ્ટ્રગીતનો સમય થયો ત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રગીતને બદલે સ્ટેડિયમમાં આઈટમ સોંગ ચાલું થઈ ગયું હતું. એક તરફ, જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ પોતાનું રાષ્ટ્રગીત સાંભળવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સ્ટેડિયમમાં ડીજે પર ‘જલેબી બેબી’ ગીત ગુંજી ઉઠ્યું હતું.

ડીજેએ ‘જલેબી બેબી’ વગાડ્યું

આંતરરાષ્ટ્રીય અને એશિયન ટુર્નામેન્ટમાં મેચ પહેલા બંને દેશોનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. ભારત-પાકિસ્તાન મેચમાં પણ રાષ્ટ્રગીતની પરંપરા શરૂ થઈ રહી હતી અને પાકિસ્તાનનું રાષ્ટ્રગીત પહેલા વગાડવાનું હતું. પાકિસ્તાની ખેલાડીઓ રાષ્ટ્રગીત માટે સીધી લાઈનમાં તૈયાર ઉભા હતા અને પછી જેસન ડેરુલો અને ટેશરનું ગીત ‘જલેબી બેબી’ અવાજ પર વાગ્યું અને પાકિસ્તાની ખેલાડીઓ આ સાંભળીને દંગ રહી ગયા હતા.

ન તો હાથ મિલાવ્યો કે ન તો આંખ મિલાવી

એશિયા કપ હોય કે અન્ય કોઈ ટુર્નામેન્ટ, સામાન્ય રીતે બંને ટીમોના કેપ્ટન ટોસ દરમિયાન હાથ મિલાવતા હોય છે. પરંતુ જ્યારે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટોસ માટે આવ્યા ત્યારે તેમણે ન તો પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાને જોયું કે ન તો હાથ મિલાવ્યો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય ટીમ પાકિસ્તાન સાથે કોઈ વાતચીત કરવા માંગતી નથી. સૂર્યકુમાર યાદવના આ વલણથી સમગ્ર પાકિસ્તાનને યોગ્ય જવાબ મળ્યો છે.

આ પણ વાંચો: મેદાનમાં હાથ ન મિલાવ્યો તો પાકિસ્તાની ટીમને મરચાં લાગ્યા, મેચ રેફરી પાસે ટીમ ઈંડિયાની ફરિયાદ કરી

Back to top button