મિશિગન સિનાગોગ હુમલા મામલે ઈઝરાયેલી સેનાનો દાવો, હુમલાખોરનો ભાઈ હિઝબુલ્લાહ કમાન્ડર હતો

Michigan synagogue attack case : અમેરિકાના Michiganમાં આવેલા એક સિનાગોગ પર થયેલા હુમલા મામલે હવે નવી માહિતી સામે આવી છે. Israel Defense Forces (IDF)એ દાવો કર્યો છે કે આ હુમલો કરનાર વ્યક્તિનો ભાઈ Hezbollahનો કમાન્ડર હતો, જેને આ મહિના શરૂઆતમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં મારી નાખવામાં આવ્યો હતો.
ઇઝરાયેલી સેનાના જણાવ્યા મુજબ Ibrahim Mohammad Ghazali હિઝબુલ્લાહની બદર યુનિટમાં હથિયારોના ઓપરેશન માટે જવાબદાર હતો અને તેણે ઇઝરાયેલ પર સૈંકડો રૉકેટ હુમલાઓમાં ભૂમિકા ભજવી હતી. 5 માર્ચે Lebanonમાં થયેલા ઇઝરાયેલી એરસ્ટ્રાઈકમાં ઈબ્રાહિમ ગઝાલી સહિત ત્રણ અન્ય લોકોના મોત થયા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2
અયમાન ગઝાલીએ કર્યો હતો હુમલો
આ ઘટનામાં મુખ્ય આરોપી Ayman Mohammad Ghazali હોવાનું સામે આવ્યું છે. 41 વર્ષીય અયમાને West Bloomfield Townshipમાં આવેલા Temple Israel પર હુમલો કર્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર પરિવારના સભ્યોના મોતના સમાચાર મળ્યા બાદ અયમાને આ પગલું ભર્યું હતું. હુમલા દરમિયાન તેણે પોતાની કાર સિનાગોગની ઈમારતમાં ઘુસાડી દીધી હતી. કારમાં રાઈફલ, ફાયરવર્ક્સ અને ગેસોલિન જેવા જ્વલનશીલ પદાર્થો પણ રાખેલા હતા.
હુમલા દરમિયાન તેણે કારની વિન્ડશીલ્ડમાંથી ગોળીબાર કર્યો અને સુરક્ષા ગાર્ડ સાથે અથડામણ થઈ. બાદમાં કારમાં આગ લાગી અને અંદર ફસાઈ જતાં અયમાને પોતાને જ ગોળી મારી લીધી. સદનસીબે આ ઘટનામાં સિનાગોગમાં હાજર બાળકો અને સ્ટાફના સભ્યોને કોઈ ઈજા પહોંચી નહોતી.
એફબીઆઈ કરી રહી છે તપાસ
આ સમગ્ર ઘટનાની તપાસ હાલમાં Federal Bureau of Investigation (FBI) દ્વારા કરવામાં આવી રહી છે. એફબીઆઈએ આ હુમલાને યહૂદી સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવેલી હિંસા ગણાવી છે, પરંતુ હજુ સુધી તેને આતંકવાદી હુમલો જાહેર કરવા પૂરતા પુરાવા મળ્યા નથી.
એફબીઆઈએ ઇઝરાયેલી સેનાના દાવા અંગે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી છે. United States Department of Homeland Securityના જણાવ્યા મુજબ ગઝાલી 2011માં અમેરિકા આવ્યો હતો અને 2016માં તેને અમેરિકન નાગરિકતા મળી હતી.
મિડલ ઈસ્ટમાં વધતો તણાવ
અયમાન ગઝાલી મૂળ Lebanonનો રહેવાસી હતો અને Dearborn Heightsમાં રહેતો હતો. તે એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો.
આ ઘટના ત્યારે બની છે જ્યારે Israel અને Iran વચ્ચેના તણાવ વચ્ચે લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઇઝરાયેલી સેનાએ હુમલા વધુ તેજ કર્યા છે.
આ પણ વાંચો : જોહરાન મમદાનીના નિવાસસ્થાને પ્રદર્શનકારીઓએ ફેંક્યુ હતું IED;તપાસમાં ખુલાસો












