શું કાચની બોટલ પ્લાસ્ટિક કરતા સુરક્ષિત છે? સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો

HD News Desk: 22 જૂન, 2025: Is Glass Water Bottle Safe: લાંબા સમયથી એવી માન્યતા હતી કે, પ્લાસ્ટિકની બોટલોમાં રાખેલા પીણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ જ કારણ છે કે, કાચની બોટલોને વધુ સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ એક નવા સ્ટડીએ આ માન્યતાને પડકાર ફેંક્યો છે. ફ્રાન્સની ફૂડ સેફ્ટી એજન્સી ANSES દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, કાચની બોટલોમાં પ્લાસ્ટિકની બોટલો કરતાં વધુ માઇક્રોપ્લાસ્ટિક હોય છે. આ અભ્યાસના પરિણામો જર્નલ ઑફ ફૂડ કમ્પોઝિશન એન્ડ એનાલિસિસમાં પ્રકાશિત થયા છે.
સંશોધકોએ શરૂઆતમાં અપેક્ષા રાખી હતી કે, કાચની બોટલો પ્લાસ્ટિકની બોટલો કરતાં પ્રમાણમાં સુરક્ષિત હશે, પરંતુ પરિણામોએ તેમને ચોંકાવી દીધા. સંશોધનનું નેતૃત્વ કરનાર ઇસેલિન ચેબે કહ્યું કે, ‘અમે સંપૂર્ણપણે વિપરીત પરિણામોની અપેક્ષા રાખી હતી.’ અભ્યાસ મુજબ, ઠંડા પીણાં, લીંબુ પાણી, આઈસ્ડ ટી અને બીયરની કાચની બોટલોમાં પ્રતિ લિટર લગભગ 100 માઇક્રોપ્લાસ્ટિક કણો હોય છે, જે પ્લાસ્ટિક અથવા ધાતુના કન્ટેનર કરતાં 50 ગણા વધારે છે.
કેવી રીતે જમા થાય માઇક્રોપ્લાસ્ટિક?
માઇક્રોપ્લાસ્ટિકનો મુખ્ય સ્ત્રોત ઢાંકણું હોવાનો અંદાજ હતો, કારણ કે પીણામાં અલગ કરાયેલા મોટાભાગના કણો ઢાંકણાના રંગ જેવો હતો. ચેબે કહ્યું કે, ‘અમે જોયું કે કાચના કન્ટેનરમાં રહેલા કણો નમૂનાઓ જેવા જ કદ, રંગ અને રચનાના હતા. બધી બોટલોમાંથી, બીયરની બોટલોમાં સૌથી વધુ માત્રામાં માઇક્રોપ્લાસ્ટિક હતું, જેમાં પ્રતિ લિટર સરેરાશ 60 કણો હતા.
પ્લાસ્ટિક બોટલો કરતાં કાચ વધુ દૂષિત છે
બધા પ્રકારના ફ્લેટ અને સ્પાર્કલિંગ પાણીમાં માઇક્રોપ્લાસ્ટિકનું પ્રમાણ અપેક્ષાકૃત ઓછું જોવા મળ્યું. કાચની બોટલોમાં પ્રતિ લિટર લગભગ 4.5 કણો હતા જ્યારે પ્લાસ્ટિક બોટલોમાં 1.6 કણો હતા. પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે વાઇન સિવાયના તમામ પીણાં માટે અન્ય પેકેજિંગ કરતાં કાચના કન્ટેનર વધુ દૂષિત હતા. ANSESના રિસર્ચ ડિરેક્ટર ગિલોમ ડુફ્લોસે જણાવ્યું હતું કે, આ વિરોધાભાસનું કારણ હજુ પણ સ્પષ્ટ નથી. એજન્સીએ એક સંભવિત ઉકેલનું પરીક્ષણ કર્યું છે જે સમસ્યાને ઠીક કરી શકે છે. સ્ટડીમાં જણાવવામાં આવ્યું હતું કે, તેને બહાર કાઢવા અને પાણી/એથેનૉલ/પાણીથી ધોવાથી પ્રતિ કેપ્સૂલેટેડ બોટલમાં માઇક્રોપ્લાસ્ટિકની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃ શું કૉલ રેકોર્ડ કરવાથી થઈ શકે કાનૂની કાર્યવાહી? જાણો શું કહે છે કાયદો
આ પણ વાંચોઃ જસપ્રીત બુમરાહે રચ્યો નવો ઇતિહાસ, એક જ ઝટકામાં 9 બોલરોને પાછળ છોડ્યા, આ બાબતે બન્યો પ્રથમ એશિયન બોલર












