IPL-2023સ્પોર્ટસ

આજથી IPL ની શરૂઆત : ગુજરાત અને ચેન્નાઇ વચ્ચે મહા મુકાબલો, ધોનીના રમવા અંગે સસ્પેન્સ

  • ધોની ઘૂંટણની ઈજાને કારણે પ્રથમ મેચમાંથી બહાર થઇ શકે છે.
  • બેન સ્ટોક્સ કે રવિન્દ્ર જાડેજાને કેપ્ટનની જવાબદારી મળી શકે છે.
  • હાર્દિક પંડ્યા બેટિંગ અને બોલિંગ બંનેથી ખૂબ જ સારૂ પ્રદર્શન કરી રહ્યો છે.
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યે મેચની શરૂઆત.

IPL 2023 ની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે. મેચ પહેલા CSK એટલે કે ચેન્નાઈ સુપર કિંગ માટે ચિંતામાં વધારો થઇ શકે છે. CSK કેપ્ટન એમ.એસ.ધોની ચુંટણની ઈજાને કારણે પ્રથમ મેચમાંથી બહાર થઇ શકે છે. જો ધોની આ મેચ નહી રમે તો બેન સ્ટોક્સ કે રવિન્દ્ર જાડેજાને કેપ્ટનની જવાબદારી મળી શકે છે.

આજથી (31 માર્ચ) IPL 2023ની ધમેકેદાર શરૂઆત થવા જઈ રહી છે. 2018 પછી ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની સાથે IPL 2023ની શરૂઆત થવાની છે. જેમાં પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ (CSK) વચ્ચે જબરજસ્ત મુકાબલો થવાનો છે. બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે સાંજે 7.30 વાગ્યે મેચની શરૂઆત થવાની છે. આ પ્રથમ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : કમોસમી વરસાદ શું અમદાવાદમાં IPL ની મજા બગાડશે ? હવામાન વિભાગની શું છે આગાહી

ધોનીની ઈજાથી CSKની ચિંતામાં વધારો

IPL 2023ની શરૂઆતની મેચમાં CSKની ચિંતામાં થોડો વધારો થયો છે. CSKના કેપ્ટન ધોનીને થોડા દિવસ પહેલા પ્રેક્ટિસ સત્ર દરમિયાન ઘૂંટણમાં ઈજા થઇ હતી. જેના લીધે ગુરુવારે (30 માર્ચ) ધોની પ્રેક્ટિસ સત્રમાં તો જોવા મળ્યો પરંતુ તેણે બેટિંગ કરી નહી. જેના લીધે ધોનીના રમવા પર સસ્પેન્સ છે. જો ધોને આ પ્રથમ મેચ નહી રમે તો બેન સ્ટોક્સ અથવા રવિન્દ્ર જાડેજા કેપ્ટનશીપ મળી શકે છે. જયારે ડેવોન કોન્વે વિકેટકીપર તરીકે જોવા મળશે. જોકે CSKના CEO કાશી વિશ્વનાથનને પૂર્ણ આશા છે કે ધોની પ્રથમ મેચમાં રમતો જોવા મળશે.

આ પણ વાંચો : IPL પહેલા વિરાટ કોહલીએ શેર કરી માર્કશીટ, જાણો 10માં કેટલા માર્ક્સ મળ્યા?

જો બીજીબાજુ ગુજરાત ટાઇટન્સની વાત કરીએ ખેલાડીઓ સારા ફોર્મમાં હોવું એ તેમના માટે સારી વાત એ છે. શુભમન ગિલ પોતાના કરિયરના સૌથી સારા સમયમાં પસાર થઇ રહ્યો છે અને અફઘાની સ્પિનર રાશિદ ખાને પાકિસ્તાન વિરુદ્ધ T20 સિરીઝમાં ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યાએ પણ પોતાની ફિટનેસ માટે ખૂબ જ મહેનત કરી છે અને ઈજાની રિકવરી બાદ બેટિંગ અને બોલિંગ બંનેથી ખૂબ જ સારૂ પ્રદર્શન કરી રહ્યો છે.

ડેવિડ મિલર પહેલી મેચમાં નહી રમે

ગુજરાત ટાઇટન્સને આ પ્રથમ મેચમાં ડેવિડ મિલરની ખોટ પડશે જે હાલમાં નેધરલેંડ વિરુદ્ધ વનડે સિરીઝ માટે સાઉથ આફ્રિકામાં છે. જોકે પાછલા કેટલાક સમયથી રાહુલ તેવતિયાંએ બેટિંગમાં સારૂ પ્રદર્શન કર્યું છે તે આ ખોટને પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કરશે. ટીમમાં ન્યુઝીલેન્ડના સ્ટાર ખેલાડી કેન વિલિયમ્સન પણ છે. વિલિયમ્સન આ ફોર્મેટમાં વધુ ખતરનાક નથી જણાતા પરંતુ ઓછા સ્કોરની મેચમાં તે ટીમ માટે સંકટમોચન સાબિત થઇ શકે છે.

આ પણ વાંચો : IPL 2023: ઘણી મેચોમાં નહી જોવા મળે રોહિત શર્મા, આ ખેલાડી રોહિતનું સ્થાન લેશે

બોલિંગની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ માટે બોલિંગમાં દિગ્ગજ મોહમ્મદ શમી પણ છે. શિવમ માવી પણ ટીમ સાથે જોડાયો છે. બીજીબાજુ કેરેબિયન ઝડપી બોલર અલ્જારી જોસેફ ભારતીય પીચ પર કેટલું પ્રભુત્વ બતાવી શકે છે એ પણ જોવું રહ્યું. પરંતુ બંને પ્લેયર પોતાના કરિયરના અંતિમ પડાવ પર છે. વિકેટકીપર માટે રિદ્ધિમાન સાહા અને કેએસ ભરતમાંથી કોને સ્થાન આપવું તે પણ મુશ્કેલ છે.

બેન સ્ટોક્સ પર રહેશે નજર

બીજીબાજુ 4 વાર ચેમ્પિયન રહેલ CSK માટે ગત સત્ર ખૂબ જ ખરાબ રહ્યું હતું અને પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાને હતું. ધોની 41 વર્ષનો થઇ ગયો છે પરંતુ કેપ્ટનશીપમાં તેમનો કોઈ તોડ નથી. CSKમાં બેન સ્ટોક્સની હાજરી વિરોધી ટીમની ચિંતા જરૂર વધારશે. પરંતુ ગુજરાત ટાઇટન્સ માટે સારી વાત એ છે કે બેન સ્ટોક્સ આ મેચમાં બોલિંગ નહી કરે. ટીમની પ્રથમ મેચમાં ડેવોન કોન્વે, બેન સ્ટોક્સ અને મોઈન અલી જેવા વિદેશી ખેલાડીઓ સામેલ છે.

આ પણ વાંચો : IPL 2023 : પ્રથમ વાર 13 ભાષાઓમાં કોમેન્ટ્રી, આ ક્રિકેટ સ્ટાર્સ પોતાના જાદુઈ અવાજથી દર્શકોને આપશે મનોરંજન

IPL 2023માં CSKની ટીમનું પ્રદર્શન એ વાત પર પણ નિર્ભર રહેશે કે રવિન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ અને કેપ્ટન ધોની બેટિંગમાં કેવું પ્રદર્શન કરે છે. CSK પાસે આ વર્ષે મહિષ તિક્ષ્ણ અને લસિથ મલિંગાની જેમ બોલિંગ કરનાર મથીશા પથીરાના જેવા ઝડપી બોલરનો પણ વિકલ્પ છે પરંતુ બંને ખેલાડી પહેલી મેચમાં હાજર નથી.

ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરશે

અમદાવાદની નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ શરૂઆતમાં સ્લો રહે છે પરંતુ જેમ જેમ રમત આગળ વધે છે તેમ તેમ છે બોલિંગને અનુકુળ થઇ જાય છે. અહી રમાયેલ 10 T20 મેચમાંથી 6 મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે જ્યારે 4 મેચ રન ચેજ કરનાર ટીમ જીતી છે. આજની મેચમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગની પસંદગી કરશે. આમપણ અહી રમનાર T20 મેચમાં પ્રથમ બેટિંગ કરનારની એવરેજ 160 છે જયારે બીજી ઇનિંગમાં રમનાર ટીમમાં આ ઘટીને 137 રન થઇ જાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 2 મેચ રમાયેલ છે અને બંનેમાં ગુજરાત ટાઈટને જ મેચ જીતી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં IPL મેચ દરમિયાન આ રસ્તા રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ડેવોન કોન્વે, ઋતુરાજ ગાયકવાડ, સુભ્રાંશુ સેનાપતિ, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, કે ભગત વર્મા, મોઈન અલી, રાજવર્ધન, શિવમ દુબે, દીપક ચહર, મહિષ તિક્ષ્ણ, આકાશ સિંઘ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, અજિંક્ય રહાણે, તુષાર દેશપાંડે, બેન સ્ટોક્સ, મતિષા પથિરાના, શેખ રશીદ, નિશાંત સિંધુ, સિસાંડા મગાલા અને અજય મંડલ.

ગુજરાત ટાઇટન્સ (GT)

હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન, રાહુલ તેવટિયા, શિવમ માવી, વિજય શંકર, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, નૂર અહેમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, યશ દયાલ, કેન વિલિયમસન, જોશુઆ લિટલ, ઓડિયન સ્મિથ, ઉર્વીલ પટેલ, કેએસ ભરત અને મોહિત શર્મા.

Back to top button