ગુજરાતટોપ ન્યૂઝ

કમોસમી વરસાદ શું અમદાવાદમાં IPL ની મજા બગાડશે ? હવામાન વિભાગની શું છે આગાહી

આજથી એક તરફ ક્રિકેટ રસિકોના તહેવાર સમાન IPL ની અમદાવાદમાં શરૂઆત થઈ રહી છે ત્યારે ગુરૂવારે વરસાદના કારણે સૌ કોઈ ચિંતિત જોવા મળ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે પણ મોટી આગાહી કરતાં જણાવ્યું કે, આજે અને આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આગામી ત્રણ દિવસોમાં પણ રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી. જોકે, અંબાલાલ દ્વારા એપ્રિલમાં પણ માવઠું પીછો નહીં છોડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ભારતમાં સૌર અને પવન ઊર્જા મામલે ગુજરાત બીજા સ્થાને આવ્યું

આ તરફ છેલ્લા બે દિવસમાં થઈ રહેલા વરસાદના કારણે ઘઉં, કપાસ, ઈસબગુલ, જીરુ, રાયડો જેવા પાકોને નુકસાન થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. રાજ્યમાં ગઈકાલે અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના કેટલાક ભાગોમાં જાણે ચોમાસું બેસી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સ્થિતિના કારણે સૌથી મોટું નુકસાન ખેડૂતોને થયું હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

વરસાદ-humdekhengenews

ઉભા પાકની સાથે ખેતરમાં વાઢીને મૂકેલા પાકને પણ વરસાદના કારણે નુકસાન થયાની ફરિયાદો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે, સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદની સાથે ભારે પવન અને કરા પડવાથી પાકને નુકસાન થયાની ભીતી ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ધાન્ય પાકોની સાથે બાગાયતી પાકોને પણ નુકસાન થયું છે. જેના કારણે આ વર્ષે કેરીની સીઝન પર પણ અસર પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

હવામાન વિભાગ દ્વારા તારીખ 31 માર્ચથી 4 એપ્રિલ સુધી વરસાદની શક્યતા નહીંવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માવઠું પીછો છોડશે નહીં તેમણે એપ્રિલ માસમાં પણ માવઠું મુશ્કેલી ઉભી કરી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એપ્રિલમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, તેમણે 3 એપ્રિલથી ઉનાળાની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, તારીખ 3-8 અને 10 દરમિયાન ગુજરાતમાં વાદળો ફરી આવવાની શક્યતા છે. 14 તારીખ સુધીમાં પુનઃ આંધી, વંટોળ અને ગરમી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. કરા પડવાની પણ શક્યતા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના 381 કેસ નોંધાયા, કચ્છમાં ફરી 1 મોત થયું

Back to top button