IPL મેચ વચ્ચે ‘ચિઠ્ઠી’ કાઢવી યોગ્ય કે ખોટું? ઉર્વિલ પટેલ અને આકાશ સિંહના સેલિબ્રેશન પર શું છે BCCI ના નિયમ?

IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં જ પ્લેઓફના મુકાબલા શરૂ થવાના છે. આ સિઝનમાં મેચોની રોમાંચકતા સિવાય જો કોઈ વસ્તુ સૌથી વધુ ટ્રેન્ડમાં રહી હોય, તો તે છે ખેલાડીઓ દ્વારા મેચની વચ્ચે ખિસ્સામાંથી ‘ચિઠ્ઠી’ (ચીઠ્ઠી કે કાપલી) કાઢીને સેલિબ્રેટ કરવું. લાઈવ મેચમાં આ પ્રકારે ચિઠ્ઠી બતાવવી લીગલ છે કે ઈલ્લીગલ, તેને લઈને ફેન્સમાં ભારે ચર્ચા જાગી છે.
અભિષેક શર્માથી શરૂ થયો હતો આ ટ્રેન્ડ
નોંધનીય છે કે, આ અનોખા સેલિબ્રેશનની શરૂઆત ગયા સીઝનમાં (IPL 2025) થઈ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમતા અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામે માત્ર 40 બોલમાં સદી ફટકાર્યા બાદ ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢીને સેલિબ્રેશન કર્યું હતું. ત્યારથી યુવા ખેલાડીઓમાં કોઈ મોટી સિદ્ધિ મેળવ્યા બાદ ચિઠ્ઠી બતાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
IPL 2026 માં ઉર્વિલ અને આકાશનું ચિઠ્ઠી સેલિબ્રેશન
ચાલુ સિઝનમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે:
- ઉર્વિલ પટેલ: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમતા ગુજરાતના ઉર્વિલ પટેલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે માત્ર 13 બોલમાં ફિફ્ટી ફટકારીને ઈતિહાસ રચ્યો ત્યારે ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી હતી.
- આકાશ સિંહ: લખનઉ સુપર જાયન્ટ્સના બોલર આકાશ સિંહે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનની મહત્વની વિકેટ લીધા બાદ ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢીને સેલિબ્રેશન કર્યું હતું. આ ખેલાડીઓ પોતાના ટીકાકારોને જવાબ આપવા માટે ચિઠ્ઠી પર કંઈક લખીને રાખે છે તેવું માનવામાં આવે છે.
ચિઠ્ઠી સેલિબ્રેશન પર શું છે BCCI ના નિયમો?
ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે શું ખિસ્સામાં આવી કાગળની ચિઠ્ઠી રાખવી નિયમોની વિરુદ્ધ છે?
BCCI ના કોડ ઓફ કન્ડક્ટ (આચાર સંહિતા) મુજબ, આઈપીએલમાં ખિસ્સામાં ચિઠ્ઠી રાખવા કે તેને બતાવવા અંગે કોઈ ખાસ કે સીધો પ્રતિબંધ નથી. જોકે, જો કોઈ ખેલાડી તે ચિઠ્ઠી કે કાગળના ટુકડાનો ઉપયોગ બોલ સાથે છેડછાડ (Ball Tampering) કરવા માટે કરે અથવા તેનાથી બોલની સ્થિતિ બદલવાનો પ્રયાસ કરે, તો તેને આચાર સંહિતાના આર્ટિકલ 2.14 હેઠળ ગંભીર ગુનો ગણવામાં આવશે અને ખેલાડી પર પ્રતિબંધ કે દંડ થઈ શકે છે. જો તે માત્ર સેલિબ્રેશન પૂરતું મર્યાદિત હોય, તો તેના પર કોઈ કાનૂની રોક નથી.
આ પણ વાંચોઃ અમદાવાદ ઢોસા કાંડમાં ચોંકાવનારો ખુલાસો, બાળકીના શરીરમાં ખતરનાક બેક્ટેરિયા મળ્યો
આ પણ વાંચોઃ 19 મિનિટ 34 સેકન્ડનો વાયરલ વીડિયો: જાણો કેવી રીતે લોકો બની રહ્યા છે સાયબર ક્રાઈમનો શિકાર
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












