IPL 2026 Arshdeep Singh Controversy: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 દરમિયાન પંજાબ કિંગ્સ (PBKS) નો સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી ગયો છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પંજાબ કિંગ્સની ટીમ બસની અંદરનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે અર્શદીપ સિંહની સ્નેપચેટ સ્ટોરીમાંથી લીક થયો હોવાનું કહેવાય છે. આ વીડિયો સામે આવ્યા બાદ ઓનલાઈન નવી ચર્ચા જગાવી છે.
ટીમ બસનો વીડિયો વાયરલ
આ વાયરલ ક્લિપ તે સમયની છે જ્યારે પંજાબ કિંગ્સની ટીમ લખનઉમાં હતી. વીડિયોમાં યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્ય સાથી ખેલાડી હરપ્રીત બ્રાર સાથે બસની પાછળની સીટ પર બેઠેલો જોવા મળે છે. વીડિયોમાં અર્શદીપ સિંહ પોતે દેખાતો નથી, પરંતુ બેકગ્રાઉન્ડમાં તેનો અવાજ સ્પષ્ટપણે સંભળાય છે, જેમાં તે મજાકમાં પ્રિયાંશને કહે છે, “તું ખૂબ જ સુંદર છે યાર! મને તારી સ્માઇલ બતાવ. મને તારા દાંત બતાવ.” જોકે, આ વાતચીતને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક ચાહકોએ ધ્યાન દોર્યું કે વીડિયો દરમિયાન પ્રિયાંશ કેમેરાથી દૂર રહીને ફોન કોલમાં વ્યસ્ત હતો અને થોડો અસ્વસ્થ (Uncomfortable) દેખાતો હતો. કેટલાક યુઝર્સે સલાહ આપી કે ડ્રેસિંગ રૂમ કે ટીમની આવી અંગત મજાક કેમેરા પર ન લાવવી જોઈએ, જ્યારે અન્ય લોકોએ અર્શદીપનો બચાવ કરતા તેને મિત્રો વચ્ચેની હળવી મસ્તી ગણાવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અગાઉના વિવાદો અને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ
અર્શદીપ સિંહ માટે આ પહેલો વિવાદ નથી. આ પહેલાં પણ તે તિલક વર્મા વિશે કરેલી એક કથિત ટિપ્પણીને કારણે વિવાદમાં આવ્યો હતો. વાયરલ થયેલા એક વીડિયોમાં તિલક વર્મા માટે “ઓયે અંધેરા…” શબ્દનો ઉપયોગ કરવા બદલ સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા થઈ હતી અને લોકોએ તેને અસંવેદનશીલ ગણાવી હતી. આ સિવાય, તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પંજાબ કિંગ્સનું નામ બદલવાની સલાહ આપનાર એક ચાહકને અર્શદીપે વળતો આકરો જવાબ આપ્યો હતો, જેના કારણે પણ તે ચર્ચામાં રહ્યો હતો.
મેદાન પર મુશ્કેલ સ્થિતિ અને ટીમ મેનેજમેન્ટનો બચાવ
એકતરફ અર્શદીપ વિવાદોમાં છે, તો બીજી તરફ પંજાબ કિંગ્સની ટીમ મેદાન પર પણ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. ટીમ સતત છ મેચ હારી ચૂકી છે અને તેમની પ્લેઓફની આશાઓ હવે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામેની અંતિમ લીગ મેચ પર ટકેલી છે. આ તમામ વિવાદો અને નકારાત્મકતા વચ્ચે પંજાબ કિંગ્સના સ્પોર્ટ્સ સાયન્સના વડા, એન્ડ્રુ લીપસે અર્શદીપ સિંહનો બચાવ કર્યો છે. આરસીબી (RCB) સામેની મેચ પહેલાં તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, “હું સોશિયલ મીડિયાને વધુ ફોલો કરતો નથી, પરંતુ મને ખબર છે કે ત્યાં કોઈ ચર્ચા ચાલી રહી છે. જોકે, અર્શદીપ સંપૂર્ણપણે સામાન્ય છે અને સોશિયલ મીડિયાની ટીકાઓથી તેના પર કોઈ નકારાત્મક અસર થઈ નથી.”
આ પણ વાંચો: “તે કમજોર…” 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર નવો વિવાદ, કૈફ માંજરેકરે આપ્યો જવાબ












