IPL 2025: વેંકટેશ ઐયર અને રઘુવંશીની ફીફટી, KKRએ હૈદરાબાદને આપ્યો આ ટાર્ગેટ

કોલકાતા, 3 એપ્રિલ : ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 15મો મુકાબલો આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. કોલકાતા ઈડન ગાર્ડન પર રમાઈ રહેલી મેચમાં સનરાઈઝર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં કોલકાતાએ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 200 રન ફટકાર્યા છે અને હૈદરાબાદને જીત માટે 201 રનનો ટાર્ગેટ આપ્યો છે.
કોલકાતા તરફથી વેંકટેશ અય્યર (60) અને અંગક્રિશ રઘુવંશીએ (50) અડધી સદી ફટકારી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત સારી રહી ન હતી કારણ કે તેમણે બીજી ઓવરમાં વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક (1) ગુમાવી દીધો હતો. જે વિપક્ષી કેપ્ટન પેટ કમિન્સના બોલ પર આઉટ થયો હતો. પછીની ઓવરમાં, બીજા ઓપનર સુનીલ નારાયણ (7) ને મોહમ્મદ શમીએ આઉટ કર્યો. બાદમાં, અંકૃષ રઘુવંશી અને કેપ્ટન અજિંક્ય રહાણેએ ત્રીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરીને KKRનો સ્કોર 200 સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
સનરાઈઝર્સના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે તેણે આ મેચમાં પ્લેઇંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ પ્લેઇંગ ઇલેવનમાં સ્પેન્સર જોહ્ન્સનની જગ્યાએ મોઈન અલીને તક આપી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
સનરાઇઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), જીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.
આઈપીએલ 2025માં પહેલીવાર કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ સિઝનમાં બંને ટીમોની હાલત ખરાબ છે. કોલકાતા અને હૈદરાબાદની ટીમો અત્યાર સુધી અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નથી. KKR ની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 10મા સ્થાને છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે.
કોલકાતાનો હાથ છે ઉપર
2024માં કોલકાતાએ હૈદરાબાદને ત્રણેય મૅચમાં હરાવ્યું હતું (લીગ મૅચમાં, પ્રથમ ક્વૉલિફાયરમાં અને ફાઇનલમાં). એકંદરે, કોલકાતાએ છેલ્લી દસમાંથી આઠ મૅચમાં હૈદરાબાદ સામે વિજય મેળવ્યો છે. આમ સનરાઈઝર્સ સામે કોલકાતાનો હાથ ઉપર છે.












