IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

આઈપીએલ 2025 : શ્રેયસ ઐયરની અર્ધ સદી, પંજાબે જીત માટે દિલ્હીને આપ્યો આ ટાર્ગેટ

જયપુર, 24 મે : IPL 2025માં આજે 66મો મુકાબલો પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાનારી મેચમાં દિલ્હીએ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી. જયારે કે, પંજાબ કિંગ્સે પ્રથમ બેટીંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં કેપ્ટ્ન શ્રેયસ ઐયરની અર્ધ સદીની મદદથી 8 વિકેટ ગુમાવી 206 રન બનાવી 207 રનનો જીત માટે ટાર્ગેટ આપ્યો છે.

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ 11: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), સેદિકુલ્લાહ, કરુણ નાયર, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ (વિકેટકીપર), આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુસ્તફિઝુર રહેમાન, મુકેશ કુમાર

પંજાબ કિંગ્સની પ્લેઈંગ 11: પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહાલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ.

પંજાબ કિંગ્સ 11 વર્ષ પછી આઈપીએલ પ્લેઓફમાં પ્રવેશ કરવામાં સફળ રહી છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપવાળી આ ટીમ શનિવારે જ્યારે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે, ત્યારે તેનો પ્રયાસ ટોચના-2માં રહીને પ્લેઓફ રમવાનો રહેશે. જો આવું થશે તો 11 વર્ષમાં પહેલીવાર પંજાબ ટોચના બે સ્થાનમાં રહીને પ્લેઓફમાં પહોંચશે. 2008માં ટીમ ત્રીજા સ્થાને અને 2014માં બીજા સ્થાને રહી હતી.

Back to top button