IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીસ્પોર્ટ્સ

IPL 2025: રાજસ્થાને પંજાબને જીતવા આપ્યો 206 રનનો ટાર્ગેટ, જયસ્વાલના 67 રન

નવી દિલ્હી, તા. 5 એપ્રિલ, 205: ક્રિકેટ કાર્નિવલ આઈપીએલ 2025નો 18મો મુકાબલો પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ચંદીગઢમાં રમાઈ રહ્યો છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું કે તેમની ટીમ કોઈ ફેરફાર વિના આ મેચ રમવા માટે ઉતરી છે. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને કહ્યું કે તુષાર દેશપાંડે આ મેચમાં રમશે નહીં. તે ઘાયલ છે. તેના સ્થાને યુધવીર સિંહને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.

રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4  વિકેટના નુકસાન પર 206 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 45 બોલમાં 67 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 38 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી લોકી ફર્ગ્યુસને 2 વિકેટ ઝડપી હતી. રિયાન પરાગ 25 બોલમાં 43 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.


રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), નીતીશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, યુદ્ધવીર સિંહ ચરક, સંદીપ શર્મા.

ઈમ્પેક્ટ પ્લેયર્સઃ કુણાલ સિંહ રાઠોડ, શુભમ દુબે, ફઝલહક ફારૂકી, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ.

પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંઘ, સૂર્યાંશ શેડગે, માર્કો જેન્સન, અર્શદીપ સિંહ, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: પ્રિયાંશ આર્ય, હરપ્રીત બ્રાર, પ્રવીણ દુબે, વિષ્ણુ વિનોદ, વિજયકુમાર વિષક.

આ પણ વાંચોઃ આઈપીએલઃ બુમરાહ કરશે વાપસી, આ ટીમ સામે રમશે મેચ

Back to top button