
ન્યૂયોર્ક, 5 એપ્રિલ, 2025: સોનામાં નહીં પણ ચાંદીમાં રોકાણ કરો, Invest in silver, not gold વધુ લાભ થશે એવી સલાહ એક સુવિખ્યાત રોકાણકાર અને લેખકે આપી છે. તેમના મતે વર્તમાન સ્થિતિમાં ચાંદીમાં કરેલું રોકાણ ભવિષ્યમાં વધુ લાભદાયક સાબિત થઈ શકે છે. આ માટે તેમણે તર્ક પણ રજૂ કર્યા છે.
સામાન્ય રીતે સોનાને રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તાજેતરના ભૂતકાળમાં સોનાએ એટલું સારું વળતર આપ્યું છે કે તેના પ્રત્યે આકર્ષણ ઘણું વધી ગયું છે. આ સમયગાળા દરમિયાન ચાંદીમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે. જોકે, તેની કિંમત સોના કરતાં ઓછી છે. આવી સ્થિતિમાં એ પ્રશ્ન મહત્વપૂર્ણ બની જાય છે કે પૈસા ક્યાં રોકાણ કરવા જોઈએ? છેલ્લા થોડા સમયમાં લોકો સોના ઉપરાંત બિટકોઈનમાં પણ રોકાણ કરી રહ્યા છે. જોકે બિટકોઈન હજુ સત્તાવાર ચલણ નહીં હોવાથી તેના ભાવમાં ઊથલપાથલ વધુ જોવા મળે છે. આ સંજોગોમાં પ્રશ્ન થાય કે સોનું વધુ નફો આપી શકે છે કે ચાંદી?
આ અંગે એક સાવ અણધાર્યા વ્યક્તિ પાસેથી સલાહ આવી છે. અમેરિકન ઉદ્યોગપતિ અને પ્રખ્યાત પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ ના લેખક રોબર્ટ કિયોસાકી Robert Kiyosaki કહે છે કે સોના કે બિટકોઈન કરતાં ચાંદી વધુ મૂલ્યવાન બની રહેશે. તેમણે લોકોને ચાંદીમાં રોકાણ કરવાની સલાહ આપતા કહ્યું છે કે સોના અને બિટકોઈનનો પુરવઠો ઘટશે નહીં, પરંતુ ચાંદીનો પુરવઠો ઘટી રહ્યો છે. તેથી તેમાં પૈસા રોકાણ કરવાથી ફાયદો થશે.
રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા X ઉપર કરેલી એક પોસ્ટમાં કહ્યું કે ઉદ્યોગમાં ચાંદીનો વ્યાપક ઉપયોગ થાય છે. સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક વાહનો (EV), કમ્પ્યૂટર, ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો, સંરક્ષણ પ્રણાલી, દવા અને પાણી શુદ્ધિકરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે. આ કારણે તેની કિંમતોમાં તીવ્ર વધારો થઈ શકે છે. કિયોસાકીના મતે સૌથી સારી વાત એ છે કે ચાંદી હજુ પણ સોના અને બિટકોઈન કરતાં સસ્તી છે.
Q: Is SILVER more VALUABLE than gold or Bitcoin?
A: I say yes.
BECAUSE: Deman for silver is increasing for use in:
1: Solar Panels
2: Eelectronic Vehicles
3: Computers
4: Electronic products
5: Weapon Systems
6: Medicine
7:…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 2, 2025
આ અમેરિકી મૂડીરોકાણકાર અને લેખકે વધુમાં કહ્યું કે સોનાના ભાવે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે, પરંતુ ચાંદી તેની સરખામણીમાં ઘણી સસ્તી છે. હકીકતમાં, ચાંદી ઉપયોગી છે અને ઉદ્યોગો માટે તેને પોસાય તે માટે દાયકાઓથી તેની કિંમત ઓછી રાખવામાં આવી છે. મારું માનવું છે કે ચાંદીના ભાવ દબાવી રાખવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. મને વિશ્વાસ છે કે ચાંદીના ભાવ નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચશે. આ વર્ષે તે કદાચ $70 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. જ્યારે વૈશ્વિક બજારમાં ચાંદી હાલમાં $29.5 પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ કરી રહી છે.
રોબર્ટ કિયોસાકીએ કહ્યું કે ચાંદીમાં રોકાણ કરવા માટે હાલનો સમય શ્રેષ્ઠ છે. ચાંદી સોના અને બિટકોઈન કરતાં વધુ ઝડપથી ફરશે. બાય ધ વે, આ પહેલી વાર નથી જ્યારે રિચ ડેડ પુઅર ડેડના લેખક ચાંદી માટે તેજીમાં હોય. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ તેમણે લોકોને બધું છોડીને ચાંદી ખરીદવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે ચાંદીનો ઉપયોગ મોટા પાયે થાય છે; તેનો ઉપયોગ જેટલો વધશે, તેટલી તેની કિંમત વધશે. તેથી તમારે ચાંદીમાં નાનું રોકાણથી શરૂઆત કરવી જોઈએ.
ભારતમાં શું સ્થિતિ છે?
ભારતમાં ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો તેમાં લગભગ 5000 રૂપિયાનો ઘટાડો થયો છે. ગુડરિટર્ન્સના મતે એક કિલો ચાંદીનો ભાવ હાલમાં 94,000 રૂપિયા છે. જ્યારે શુક્રવારે તેનો ભાવ 99,000 રૂપિયા હતો. તાજેતરના સમયમાં ચાંદીમાં આ એક મોટો ઘટાડો છે. ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ. ૧ લાખને વટાવી ગઈ છે, તેથી વર્તમાન ઘટાડો રોકાણ માટે સારી તક હોઈ શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એવું દૃશ્ય જોવા મળ્યું જેનાથી જજ નારાજ થયા અને…
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












