એજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

DRDOમાં ઈન્ટર્નશિપની વિશિષ્ટ તકઃ જાણો કોણ કોણ એપ્લાય કરી શકે અને ક્યાં સુધી?

નવી દિલ્હીઃ 8 જુલાઈ, 2025: DRDO Internship: જો તમે DRDOમાં ઈન્ટર્નશિપ કરવા માટે ઇચ્છુક છો તો આ સમાચાર તમારા કામ આવી શકે છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) હેઠળની નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી (NSTL) એ છ મહિનાના પેઇડ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ માટે અરજીઓ મંગાવી છે. આ તક ગણતરીના વિષયોના અંતિમ વર્ષના B.E. / B.Tech વિદ્યાર્થીઓ અને બીજા વર્ષના M.Sc. વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ drdo.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2025 છે, રસ ધરાવતા લોકોએ આ તારીખે અથવા તે પહેલાં અરજી કરવી જોઈએ.

કોણ કરી શકે છે એપ્લાઈ?

ઈન્ટર્નશિપ માટે અરજી કરવા માટેની પાત્રતાને તમે નીચેના બિંદુઓથી સમજી શકો છો.

  • ઉમેદવારોએ AICTE/UGC-માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં પૂર્ણ-સમયના સ્નાતક અથવા અનુસ્નાતક કાર્યક્રમોમાં નોંધણી કરાવવી જરૂરી છે. B.E./B.Tech અરજદારો તેમના અંતિમ વર્ષમાં હોવા જોઈએ અને ઓછામાં ઓછું CGPA 7.5 હોવું જોઈએ. M.Sc. અરજદારો (ભૌતિકશાસ્ત્ર અથવા રસાયણશાસ્ત્ર) તેમના બીજા વર્ષમાં હોવા જોઈએ અને પ્રથમ વર્ષમાં ઓછામાં ઓછા 75% ગુણ મેળવ્યા હોવા જોઈએ.
  • આ માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 25 વર્ષ (20 જુલાઈ, 2025 ના રોજ) હોવી જોઈએ.

કેટલા રૂપિયા મળશે?

જાહેર કરાયેલી સત્તાવાર સૂચના અનુસાર, ઈન્ટર્નશિપ NSTL, વિશાખાપટ્ટનમ ખાતે યોજાશે. પસંદ કરાયેલા ઉમેદવારોને માસિક 5,000 નું સ્ટાઇપેન્ડ મળશે.

ઈન્ટર્નશિપનો સમયગાળો

ઈન્ટર્નશિપ તાલીમનો સમયગાળો 6 મહિનાનો રહેશે. ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાં જોડાયાની તારીખથી 06 મહિના પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓને પૂર્ણતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

કેવી રીતે કરવું એપ્લાઈ?

રસ ધરાવતા વિદ્યાર્થીઓએ 20 જુલાઈ, 2025 (સાંજે 5:00 વાગ્યે) સુધીમાં ફક્ત ઈ-મેઇલ દ્વારા જ અરજી કરવાની રહેશે. અરજી કરવાના પગલાં નીચે મુજબ છે.

  1. સત્તાવાર સૂચના PDF (DRDO/NSTL વેબસાઇટ પર ઉપલબ્ધ) પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  2. તમારો ઇમેઇલ ખોલો અને [email protected] પર એક નવો સંદેશ લખો.
  3. બધા જરૂરી દસ્તાવેજો જોડો.
  4. સમયમર્યાદા પહેલાં સબમિટ કરો.

આ પણ વાંચોઃ જૂનાગઢમાં જન્મેલા આ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર એક વખત જન્મભૂમિ જોવા માગે છે

આ પણ વાંચોઃ અરવલ્લીઃ “વિશ્વ વસ્તી દિન” ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કેળવવા કાર્યક્રમો યોજાશે

Back to top button