પ્રથમ ગ્રાસે મક્ષિકાઃ દેશના પહેલા માનવરહિત ટોલ પ્લાઝા સિસ્ટમમાં શરૂઆતમાં જ અનેક ખામી

નવી દિલ્હીઃ 28 ઓગસ્ટ, 2025: Dwarka Express Way Toll Plaza: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દ્વારકા એક્સપ્રેસ વે પર બક્કરવાલા ટોલ પ્લાઝા ખાતે પહેલું માનવરહિત ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે. આ મોડેલનો હેતુ કેશ બૂથ અને માનવ સંચાલિત અવરોધોને દૂર કરવાનો છે અને તેને સંપૂર્ણપણે ઑટોમેટિક સિસ્ટમમાં બદલવાનો છે, જ્યાં વાહનો FASTag સેન્સર અને હાઇ-રિઝોલ્યુશન કેમેરા દ્વારા ઓળખાતા અવરોધોમાંથી સરળતાથી પસાર થઈ શકે છે.
કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ?
આનો હેતુ છે સ્પષ્ટ છે કે, નાસભાગ ઓછી કરવી, મુસાફરીનો સમય ઓછો કરવો અને ટોલ વસૂલીમાં પારદર્શિતા સુનિશ્ચિક કરવું. માનવ હસ્તક્ષેપને દૂર કરીને, આ સિસ્ટમ ઝડપી ક્લિયરન્સ, માનવબળ ખર્ચ ઘટાડવા અને ટોલ ગેટ પર વિવાદો ઘટાડવા માટે લાવવામાં આવી છે.
માનવરહિત ટોલ પ્લાઝા ટેક્નોલોજીના ત્રણ સ્તરો પર કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
FASTag સ્કેનર: દરેક લેનમાં રીડર્સ ઇન્સ્ટોલ કરેલા છે જે વાહન નજીક આવતાની સાથે જ FASTag ને ઓટોમેટિક મોડમાં સ્કેન કરે છે. ખાતામાંથી રકમ ડેબિટ થતાંની સાથે જ, બેરિયર તરત જ દૂર થઈ જાય છે.
ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા: હાઇ-સ્પીડ કેમેરા FASTag માં ઉલ્લંઘન અથવા અપૂરતા બેલેન્સના કિસ્સામાં ક્રોસ-વેરિફિકેશન અને અમલીકરણ માટે લાઇસન્સ પ્લેટની વિગતો રેકોર્ડ કરે છે.
સેન્સર-બેઝ્ડ બૂમ બેરિયર: FASTag સિસ્ટમ સાથે સીધા જોડાયેલા, આ બેરિયર ફક્ત ત્યારે જ ખુલશે જ્યારે ચુકવણીની પુષ્ટિ થશે, જે પ્રક્રિયાને કેશલેસ અને કોન્ટેક્ટલેસ બનાવશે.
સૈદ્ધાંતિક રીતે, આ સિસ્ટમમાં કોઈ કર્મચારીની જરૂર નહીં રહે. કાર થોડીક સેકન્ડમાં ટોલમાંથી પસાર થઈ જશે, તેથી એક્સપ્રેસ વે પર કોઈ રૂકાવટ અથવા જામની સ્થિતિ નહીં બને.
શું છે જમીની હકીકત?
જોકે, જ્યારે બક્કરવાલા ટોલની જમીની સ્થિતિ જોઈ, ત્યારે વાસ્તવિકતા વધુ ચિંતાજનક હતી. ટેકનોલોજી હતી, પરંતુ યોગ્ય રીતે કામ કરી રહી ન હતી.
સેન્સર ઘણીવાર FASTag શોધવામાં નિષ્ફળ જતા હતા, જેના કારણે બેરિયર્સ પર વિલંબ થતો હતો. ક્યારેક, બૂમ ગેટ બંધ રહેતા હતા અને સેન્સર ડેબિટ માટે FASTag વાંચવામાં વિલંબ કરતા હતા. ટ્રાફિક અવરોધિત ન થાય તેની ખાતરી કરવા માટે, દરેક બેરિયર પર ઓછામાં ઓછા ત્રણ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેઓ મેન્યુઅલી સિસ્ટમને ઓવરરાઇડ કરી રહ્યા હતા અને મુસાફરોને મદદ કરી રહ્યા હતા.
સિસ્ટમને સુવ્યવસ્થિત કરવાની જરૂર
હાલમાં, બક્કરવાલા ખાતેનો માનવરહિત ટોલ પ્લાઝા અનમેન્ડ કરતાં વધુ સેમી-ઑટોમેટિક છે. કર્મચારીઓ હજુ પણ ટ્રાફિકને ચાલુ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ આ પ્લાઝા એ પણ સંકેત આપે છે કે ભારતનું હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સ્માર્ટ, ઝડપી અને ટેકનોલોજી-આધારિત દિશામાં આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચોઃ ‘ત્રણ બાળકો પેદા કરવા જોઈએ…’ જનસંખ્યા વિશે મોહન ભાગવતનું વિવાદિત નિવેદન
આ પણ વાંચોઃ ભાજપ અને સંઘ વચ્ચેના સંબંધો પર RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું












